સૂકી મગફળીમાં દાણાવાળાની લેવાલીને પગલે ભાવમાં રૂ.૧૦ થી ર૦નો સુધારો

improvement of Rs 10 to 20 in the dried groundnuts crops price the purchase of peanuts crop price in Agriculture of Gujarat

મગફળીમાં ભાવ સારી ક્વોલિટીમાં સુધર્યા છે. વાદળછાયાં વાતાવરણ વચ્ચે હજી સુકી મગફળીની આવકો ખાસ આવતી ન હોવાથી અને કારખાનાઓ ચાલુ થવા લાગ્યાં હોવાથી દાણાબરમાં સરેરાશ રૂ.૧૦ થી ૨૦નો મણે સુધારો થયો હતો. 

ગુજરાતમાં સતત બીજા દિવસે પણ મગફળીની ૩૦ હજાર ગુણી આસપાસ જ આવકો થઈ રહી છે.

વેપારીઓ કહે છેકે રાજકોટ યાર્ડમાં આવકો ચાલુ થાય તો આવકો વધી શકે છે. વળી હજી પૂરતો તડકો નીકળો નથી અને અનેક વિસ્તારમાં વાતાવરણ વાદળછાયું હોવાથી પાથરા કરેલી મગફળી સુકાતી નથી, પરિણામે ખેડૂતો માલ લઈને ઊતાવળ કરવાનાં મૂડમાં નથી. 

નવી મગફળીની આવકો ૩૦ હજાર ગુણી આસપાસ સ્થિરઃ સીંગદાણામાં સ્થિરતાં

જો વરસાદ ન આવ્યો હોત તો હાલ ગુજરાતમાં ૫૦ થી ૭૦ હજાર ગુણીની આવક થવાની ગણતરી હતી, પરંતુ હાલ આવકો ૩૦ થી ૩૫ હજાર ગુણીએ અટકો ગઈ છે. આગામી સપ્તાહે આવકો ૫૦ હજાર ગુણીને પાર કરી જાય તેવી સંભાવનાં રહેલી છે. 

ગોંડલમાં ૧૫ હજાર ગુણીની આવક હતીઅને ભાવ જીણીમાં રૂ.૭૦૦ થી ૧૦૫૦ અને જાડીમાં રૂ.૭૦૦ થી ૧૦૭૧ અને એક વકલમાં રૂ.૧૧૧૧નાં ભાવ હતાં. 

હિંમતનગરમાં ૪ હજાર ગુણીની આવક હતી અને ભાવ રૂ.૧૦૩૦ થી ૧૧૯૪નાં હતાં. ભાવ આગામી દિવસોમાં ઘટીને રૂ.૧૧૦૦ સુધી પહોંચી જશે. 

જામનગરમાં પણ ૫૦૦ થી ૪૭9૦૦ ગુણીની આવકનો અંદાજ છે અને ભાવ રૂ.૯૫૦ થી ૧૦૮૦ વચ્ચે સારા માલમાં હતાં. હળવદમાં ત્રણથી સાડા ત્રણ હજાર ગુણીની આવક હતીઅને ભાવ રૂ.૬૩૦ થી ૧૦૩૦નાં ભાવ હતાં.

કોમેન્ટ કરો (0)
વધુ નવું વધુ જૂનું