
દેશમાં ખરીફ પાક વર્ષ ૨૦૨૦-૨૧ (જુલાઇ-જૂન)માં મકાઇનું ઉત્પાદન ૧૪૧ લાખ ટન થવાનો અંદાજ છે. આ ઉત્પાદન વર્ષે ૨૦૧૯-૨૦ના ૧૪૬ લાખ ટનના વેપારી અંદાજ કરતાં ૩.૪ ટકા ઓછો છે.
અલબત, સરકારના ૧૯૬ લાખ ટનના ઉત્પાદન અંદાજથી ઘણો ઓછો છે. પાછલા વર્ષે ખરીફ મકાઇનું ઉત્પાદન સરકારના અંદાજ કરતા ઓછું હતુ કારણ કે જ્યાં એક બાજુ તેનું વાવેતર ઘટ્યુ છે.
તો બીજી બાજુ કર્ણાટક અને તમિલનાડુમાં જીવાતના હુમલાથી પાકને નુકસાન પહોંચ્યુ છે. તેના લીધે ભારતને બે વર્ષના અંતરાલ બાદ મકાઇની આયાત કરવી પડી તેમજ દેશમાં વર્ષ ૨૦૧૯-૨૦ (એપ્રિલ-માર્ચ)માં પાંચ લાખ ટન મકાઇની આયાત થઇ જેથી પોલ્ટ્રી ઇન્ડસ્ટ્રીની જરૂરિયાત પૂરી થઇ શકે.
દેશમાં ચાલુ વર્ષે ખરીફ સિઝનમાં મકાઇનું ઉત્પાદન ઘટવાનું કારણ મધ્યપ્રદેશ તેમજ કર્ણાટકમાં ભારે વરસાદથી ઉત્પાદકતા પ્રભાવિત થવાનું છે, જોકે તેનુંવાવેતર પાછલા વર્ષની સમકક્ષ જ થયુ છે. નોંધનિય છે કે, ખરીફ સિઝનમાં મધ્યપ્રદેશ તેમજ કર્ણાટક મકાઇનું ઉત્પાદન કરનારા મુખ્ય રાજ્ય છે.
દેશમાં ચાલુ વર્ષ ખરીફ સીઝન હેઠળ ૮૩ લાખ હેક્ટરમાં મકાઇનું વાવેતર થયુ છે જ્યારે પાછલા વર્ષે તેની વાવણી ૮૧લાખ હેક્ટરમાં થઇ હતી.
ચાલુ વર્ષે રાજ્યોમાં ખેડૂતોએ તેના ભાવ નીચા હોવાથી તેનું વાવેતર ઘટાડ્યુ છે. નિઝામાબાદ બેન્ચમાર્ક બજારમાં જુલાઇમાં મકાઇના ભાવ બે વર્ષના નીચલા સ્તર ૧૨૦૦ રૃપિયા પ્રતિ ક્વિન્ટલે આવી ગયા હતા જે પાછલા વર્ષના સમાન સમયગાળા કરતા અડધા હતા.
મકાઇનું વાવેતર તેલંગાણા, ઓરિસ્સા, હરિયાણા અને પશ્ચિમ બંગાળમાં નોંધપાત્ર ઘટ્યુ છે. તેલંગાણામાં એક બાજુ મકાઇનું વાવેતર છ્ટ્યુ છે તો બીજી બાજુ મધ્યપ્રદેશ અને કર્ણાટકમાં ભારે વરસાદથી પાકને નુક્સાન પહોંચ્યુ છે.
ચાલુ ચોમાસાની સીઝનમાં અત્યાર સુધી ૯૮૫.૩ મિલીમીટર વરસાદ પડ્યો છે જે સરેરાશ કરતા ૨૬ટકા વધારે છે.
જ્યારે મધ્યપ્રદેશમાં ૯૩૮.૭૦ મિલીમીટર વરસાદ પડ્યો છે જે સરેરાશ કરતા ૩ ટકા વધારે છે પરંતુ મધ્યપ્રદેશમાં અનેક સ્થળોએ પૂર આવાતા ઉભા પાકને નુક્સાન થયુ છે.
ઉત્તર ભારતના રાજ્યોમાં વરસાદ ઓછો પડવાથી ચાલુવર્ષે મકાઇનું ઉત્પાદન નબળું રહેવાની સંભાવના છે.
વેપારીઓનું કહેવુ છે કે જો મકાઇનું ઉત્પાદન ઘટશે તો હાજર બજારમાં નજીકના ભવિષ્યમાં તેના ભાવ વધી શકે છે, કારણ કે તેનાથી સપ્લાય તંગ થવાની સંભાવના નકારી શકાય નહીં.
અલબત કેરીઓવર સ્ટોક પૂરતા જથ્થામાં હોવાથી તેના ભાવોમાં નોંધપાત્ર વધારાની શક્યતા નથી.
દેશમાં ચાલુ વર્ષે મકાઇની આયાત થવાની સંભાવના નથી, કારણ કે વૈશ્વિક ઉત્પાદન ઓછુ થવાની આશંકાથી વૈશ્વિક બજારમાં તેના ભાવ સ્થાનિક બજારની તુલનાએ ઘણા ઉંચા છે.