લસણમાં નબળા માલમાં સુધારો સારી ક્વાોલિટીમાં ટકેલા ભાવ

Improvements in Weak Goods in Garlic crop Stable Prices in Good Quality in Agriculture of Gujarat

લસણ બજારમાં ભાવ અથડાય રહ્યાં છે. ડિ-હાઈડ્રેશન લસણની બજારો ભાગી રહી છે, પંરતુ કાચા લસણની બજારમાં ખાસ કોઈ મોટી મુવમેન્ટ દેખાતી નથી. 

નબળા માલમાં બજારો થોડા સુધર્યા હતા, જયારે સારા માલમાં હજી બિયારણની ઘરાકીનો ટેકો મળતો ન હોવાથી બજારો અથડાય રહ્યાં છે.

લસણનાં વેપારીઓઓ જણાવ્યું હતું કે નવરાત્રી દરમિયાન બિયારણની માંગ સારી નીકળે તેવી ધારણાં છે અને એ સમયે ભાવ ઊંચકાય શકે છે. 

હાલ વરસાદી માહોલને કારણે કોઈ સુકો માલ પણ ઊંચા ભાવથી લેવા તૈયાર નથી. ટ્રાન્સપોર્ટમાં માલ પલળી જાય તો ક્વોલિટીને અસર થવાની બીક છે, જેને પગલે લેવાલી ઠંડી છે.

બિયારણની લેવાલી આવશે તો જ બજાર માં સુધારો આવી શકશે.

લસણનાં ભાવ રાજકોટમાં મુંડામાં રૂ.૧૦૦૦ થી ૧૨૦૦નાં હતાં, જ્યારે  રાશબંધમાં રૂ.૧૪૦૦ થી ૧૬૦૦નાં ભાવ હતાં. આવક ૪૦૦ ગુણીની થઈ હતી.

ગોંડલમાં ૧૬૫૦ ગુણીની આવકહતીઅને ભાવ રૂ.૧૧૦૦ થી ૧૬૦૦નાં હતાં. જ્યારે જામનગરમાં માત્ર ૨૦૦ ગુણીની આવક હતી અન ભાવ રૂ.૫૦૦થી ૧૫૦૦ સુધીનાં બોલાતાં હતાં.

કોટાની ભામાશા મંડીમાં ૧૧ હજાર ગુણી અને પીપલીયા મંડીમાં ૧૦ હજાર ગુણીની આવક હતી. દેશાવરમાં બિયારણની માંગ નીકળી રહી છે. 

મધ્યપ્રદેશમાં ઊંટી ક્વોલિટીનાં લસણનાં વાવેતર શરૂ થઈ ગયા છે અને ચાલુ વર્ષે વાવેતર સારા થાય તેવી પણ ધારણાં છે.

કોમેન્ટ કરો (0)
વધુ નવું વધુ જૂનું