રાજસ્થાનમાં નવી બાજરીની આવકો શરૂ થવા લાગી છે. ભરતપૂર લાઈનમાં દૈનિક ૫૦૦ ગુણી આસપાસની આવકો થાય છે અને ગુજરાત માટેનાં ભાવ પણ ખુલ્યાં છે.
સૌરાષ્ટ્ર પહોંચનાં ભાવ રૂ.૧૫૦૦ થી ૧૫રપનાં ભાવ ખુલ્યાં છે, જેને પગલે આગામી દિવસોમાં ભાવમાં તેજી થાય તેવા સંજોગો હવે દેખાતા નથી. રાજકોટમાં બાજરીની ૧૫૦ કટ્ટાની આવક હતી અને ભાવ રૂ.૨૪૦ થી ૨૮પ નાં હતાં.
હિંમતનગરમાં બાજરીની ૧૦૦ કટ્ટાની આવક હતી અને ભાવ રૂ.૨૫૦ થી ૨૮૦ સુધીનાં હતાં. જ્યારે બિલ્ટીમાં રૂ.૧૩૦૦, મશીનમાં રૂ.૧૩૮૫ અને શોર્ટક્સનો ભાવ રૂ.૧૪૭૫નો બોલાતો હતો.
રાજકોટમાં જુવારની ૧૦૦ કટ્ટાની આવક હતી અને ભાવ ટકેલા રહ્યાં હતાં. ૨૦ કિલોનાં રૂ.૫૫૦ થી ૬ર૦ અને બિલ્ટીમાં રૂ.૨૯૦ થી ૩૦૦નાં ભાવ હતાં.