સૌરાષ્ટ્રમાં છેલ્લા થોડા દિવસ દરમિયાન વરસાદી માહોલને કારણે હલર ચાલ્યાં ન હોવાથી નવી મગફળીની આવકોને બ્રેક લાગીછે અને આજે આવકો સરેરાશ તમામ સેન્ટરમાં ઘટી હતી, જોકે વેપારીઓનાં કહેવા પ્રમાણે હવે ઊઘાડ હોવાથી સોમવારથી આવકો ફરી વધી જાય તેવી ધારણાં છે. મગફળીનાં ભાવમાં આજે ખાસ કોઈ ફેરફાર થયો નહોંતાં.
ગોંડલમાં નવી મગફળીની ૮ થી ૯ હજાર ગુણીઅને રાજકોટમાં ૩ ત્રણ હજાર ગુણી
ગોંડલમાં ૮ થી ૯ હજાર ગુણીની આવક થઈ હતીઅને ભાવ જીણીમાં રૂ.૭૫૦ થી ૧૦૦૦ અને જાડીમાં રૂ.૮૦૦ થી ૧૦૫૦ સુધીનાં ભાવ હતાં.
રાજકોટમાં ત્રણ હજાર ગુણીની આવક હતી અને ભાવ ટીજેમાં રૂ.૭૦૦ થી ૯૩૦, ર૪ નંબર રોહીણીમાં રૂ.૭૭૫ થી ૧૦૦૦, ૩૯ નંબર બ્લોડમાં રૂ.૭૦૦ થી ૧૦૦૦, ૬૬ નંબરમાં રૂ.9૦૦ થી ૯૦૦નાં ભાવ હતાં. યાડમાં એક એન્ટ્રી બોલ્ડમાં રૂ.૧૦૫૦નાં ભાવની હતી.
હળવદમાં ત્રણેક હજાર ગુણીની આવક હતી અન ભાવ નીચામાં રૂ.૬૫૦ થી ૭૦૦ અને ઉપરમાં રૂ.૧૦૮૦ સુધીનાં ભાવ બોલાયાં હતાં.
હિમતનગરમાં નવી મગફળીની માત્ર ૧૦૦ બોરીની આવક હતીઅને ભાવ રૂ.૧૦૧૧ થી ૧૧૨૦નાં ભાવ હતાં.
નાફેડની મગફળીમાં આજે ઊંચામાં રૂ.૫૩૩૧ સુધીની બીડ પડી હતી. જ્યારે નીચામાં રૂ.૫૨રપના ભાવ મુકો શકાય તેમ છે. અમુક ગોડાઉનમાં રૂ.૪૫૦૦ સુધીનાં પણ ભાવ હતા, પરંતુ એ બિડ સ્વીકારી શકાય તેવી નથી.