મહુવા માં ડુગળીમાં મણે વધુ રૂ.10 નો સુધારોઃ ભાવ વધીને રૂ.571 બોલાયાં

In Mahuva, Onion has been improved by Rs 10 per 20 kg: prices have gone up to Rs 571 in Agriculture of Gujarat

કેન્દ્ર સરકારનાં ડુંગળીની નિકાસ ઉપર પ્રતિબંધ સામે દેશભરમાંથી વિરોધ વધી રહ્યો છેત્યારે નાશીકનાં ખેડૂતોએ સતત બીજા દિવસે પણ મંડી ખોલવા દીધી નહોતી.

બીજી તરફ ગુજરાતમાં ડુંગળીનાં ભાવમાં મણે રૂ.૧૦નો વધારો થયો હતો. મહુવામાં લાલ ડુંગળીમાં ઊંચામાં રૂ.૫૭૧ અને સફેદમાં રૂ.૬૦૦ ઉપરનાં ભાવ ક્વોટ થયાં હતાં.

ડુંગળીનાં વેપારીઓ કહે છેકે સરકારે ખોટો નિર્ણય લીધો છે, જેને પગલે સરકાર આ અંગે ફેરવિચારણા કરે તેવી સંભાવનાં છે. જોકે નિર્ણય વહેલીતકે આવી જાય તો ખેડૂતોને ફાયદો થશે, નહીંતર ટૂંકાગાળા માટે તેજીને બ્રેક લાગી શકે છે.

આ ભાવથી બહુ મોટી મંદી થાય તેવા કોઈ સંજોગો દેખાતા નથી. મહુવામાં લાલ ડુંગળીની ૭૬૦૦ થેલાની આવક હતી અને ભાવ રૂ.૧૫રથી ૫૭૧નાં હતા.

જ્યારે પીળી પત્તીની ૮૮૦૦ થેલાની આવક સામે ભાવ રૂ.૮૮થી ૩૭૧ અને સફેદમાં રૂ.૨૦૦થી ૬૩૫નાં ભાવ હતા. સફેદની ખાસ કોઈ આવકો નહોંતી.

મધ્યપ્રદેશ ઈન્દોરમાં આજે ૧૫૦ કટ્ટા નવી ડુંગળીની આવક થઈ હતીઅને ભાવ રૂ.૨૧૫૧ પ્રતિ ક્વિન્ટલ બોલાયાં હતાં.

સાઉથમાં બેંગ્લોરમાં ડુંગળીનાં ભાવ સારી ક્વોલિટીમાં રૂ.૨૮૦૦ સુધી ક્વોટ થાય છે. નવી ડુંગળીની ખાસ આવકો નથી. વેપારીનાં મતે ૮૦ ટ્રકની વક થઈ હોવાનો અંદાજ છે. નીચામાં રૂ.૧૦૦૦થી ૧૫૦૦નાં ભાવ હતાં.
કોમેન્ટ કરો (0)
વધુ નવું વધુ જૂનું