
મગફળીની આવકને આજે બ્રેક લાગી હતી. ભીના માલ વધારે આવતા હોવાથી રાજકોય યાર્ડ આવકો બંધ કરી હોવાથી આજે માત્ર પેન્ડિંગ બે-ત્રણ હજાર માલની હરાજી થઈ હતી.
જેને પગલે સમગ્ર ગુજરાતમાં નવી મગફળીની આવકો આજે ર૮ થી ૩૦ હજાર ગુણીની વચ્ચે થઈ હોવાનો અંદાજ છે. જોકે ભાવ સરેરાશ નીચા જ ક્વોટ થયા હતા. રૂ.૧૦૦૦માં માલ વેચાણો હોય તેવો બહુ ઓછો માલ હતો.
ગોંડલમાં ૧૫ હજાર ગુણીની આવક હતી અને કૂલ ૧૮ હજાર ગુણીનાં વેપાર હતા. હવે કોઈ પેન્ડિંગ માલ પડ્યો નથી.
પાલની આવકો બંધ કરી હોવાથી સ્ટોક નીલ થયો છે. ભાવ ઝીણીમાં રૂ.૭૦૦ થી ૧૦૭૧ અને જાડીમાં રૂ.૭૭૦૦ થી ૧૦૫૦ નાં ભાવ હતાં. અમુક બહુ ભીના માલ રૂ.૬૫૦માં ખપ્યાં હતાં.
હળવદમાં ૭ હજાર ગુણીની આવક હતીઅને ભાવ નીચામાં ૧૫ ટકા હવાવાળાના રૂ.૭૫૦ થી ૮૦૦ અને સારામાં રૂ.૯૦૦થી ૯૫૦નાં ભાવ હતાં.
રાજકોટમાં બે હજાર ગુણીનાં વેપાર હતાં. ભાવ ટીજે ૩૭માં રૂ.૯૦૦ થી ૯૫૦, રોહીણીમાં રૂ.૭૫૦થી ૯૬૦, ૩૯ નંબર બોલ્ડમાં રૂ.૭૫૦ થી ૯૮૦ અને ૬૬ નંબરમાં રૂ.૭૫૦થી ૮૫૦નાં ભાવ હતાં.
હિંમતનગરમાં ૪ હજાર ગુણીની આવક હતી અને ભાવ રૂ.૬૫૦ થી ૧૨૦૩નાં ભાવ હતા. રૂ.૧૧૫૦નાં ભાવ ખોટા ગણી શકાય તેમ વેપારીએ જણાવ્યું હતું.
હાલ મુહૂર્ત સાચવવા માટે અમુક સોદા ઊંચા ભાવથી થાય છે. સીંગદાણામાં બજારો અથડાય રહ્યાં છે. સૌરાષ્ટ્રમાં અમુક નવા કારખાનાઓ ચાલુ થાય છે.
હિંમતનગર બાજુ કુલ ૧૦ કારખાના છે, જેમાંથી છેલ્લા બે દિવસમાં પાંચેક ચાલુ થયા છે અને બુધવારે બીજા બે એક કારખાના ચાલુ થવાનાં છેતેમ ત્યાંનાં લોકલ વેપારીએ જણાવ્યું હતું.
ઉત્તર ગુજરાતમાં માલ સૌરાષ્ટ્રની તુલનાએ સારો આવી રહ્યો છેઅને સુકા માલ આવતા હોવાથી કારખાનાઓ બધા ચાલુ સપ્તાહે ચાલુ થઈ જાય તેવી ધારણાં છે.