
સૌરાષ્ટ્રમાં આજે જૂના કપાસની આવક વધીને ૧૮ થી ૧૯ હજાર મણ અને નવા કપાસની આવક વધીને ૪૮૦૦ થી ૫૦૦૦ મણ આવક થઈ રહી છે. આજે નવા અને જૂના બંને કપાસની આવક વધી હતી.
આજે સૌરાષ્ટ્રમાં એકંદરે કપાસના ભાવ પ્રમાણમાં ઓછા ઘટયા હતા કારણ કે છેલ્લા ત્રણ-ચાર દિવસથી સમગ્ર સૌરાષ્ટ્રમાં વરસાદ પડતાં નવા કપાસની આવક ધારણા કરતાં મોડી આવવાની ધારણા છે.
આજે જૂના કપાસના ભાવ નીચામાં રૂ.૭૫૦ થી ૮૫૦ અને ઊંચામાં રૂ.૮૭૫ થી ૧૦૦૦ હતા, જુના કપાસમાં મણે રૂ.૫ થી ૧૦ ઘટયા હતા જ્યારે નવા કપાસમાં નીચામાં રૂ.૬૦૦ થી ૮૦૦ અને ઊંચામાં રૂ।.૮૮૦ થી ૯૫૦ હતા.
અમરેલીમાં એક સોદો રૂ।.૧૦૧૦માં પડયો હતો. નવા કપાસમાં આજે સારી ક્વોલીટીમાં રૂ।.૨૦ ઊંચા બોલાતા હતા. દેશમાં વરસાદી વાતાવરણ વચ્ચે કપાસની આવક આજે ઘટી હતી.
દેશભરમાં ગઇકાલે ૧૬,૫૦૦ ગાંસડી રૂના કપાસની આવક હતી જે આજે ઘટીને ૧૧,૧૦૦ ગાંસડી રૂના કપાસની આવક થઇ હતી.