
ગુજરાતમાં એરંડા અને ગવારના વાવેતરમાં ગત વર્ષની તુલને ૧૫ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. ગુજરાતમાં કુલ ખરીફ વાવેતર સારો વરસાદ થયો હોવા છત્તા ગત વર્ષ જેટલુ જ જળવાઈ રહ્યુ છે.
ગુજરાત સરકારના કૃષિ વિભાગનાં આંકડાઓ પ્રમાણે રાજ્યમાં કુલ ખરીફ વાવેતર ૦.૪૨ ટકા વધીને ૮૬.૨ર લાખ હેકટરમાં થયું છે.
ચાલુ વર્ષે ડાંગર, જુવાર, મકાઈ, એરંડા અને ગવારનાં વાવેતરમાં ગત વર્ષની તુલનાએ ઘટાડો થયો છે, જ્યારે એ સિવાયનાં પાકમાં વાવેતર ઘટ્યાં છે. કપાસનું વાવેતર ગત વર્ષ જેટલુ જ થયું છે.
એરેડાનાં વાવેતરનું ચીત્ર હવે મોટા ભાગે સ્પષ્ટ થઈ ગયું છે અને ગત વર્ષની તુલનાએ સરકારી આંકડાઓ પ્રમાણે ૧૫ ટકા ઘટ્યું છે, પંરતુ વેપારીઓ અને ખેડૂતો ૨૦ ટકા આસપાસ વાવેતર ઘટાડો થયો હોવાનું માને છે.