સૌરાષ્ટ્રમાં નવી મગફળીની આવકો વધી...! સીંગદાણામાં ભાવ ઘટયા

New peanut or Groundnut crop revenue rises in Agriculture of Gujarat Saurashtra Peanut or Groundnut crop prices fell

સૌરાષ્ટ્રમાં નવી મગફળીની આવકોમા આજથી વધારો જોવા મળ્યો હતો, પંરતુ મોટા ભાગની ભીની કે વધારે હવાવાળા માલ આવી રહ્યાં હોવાથી તેલની બજાર ઉપર કોઈ અસર નહોંતી, પંરતુ સીંગદાણાની બજારમાં ટને રૂ.૫૦૦ થી ૧૦૦૦ ભાવ ઘટી ગયાં હતાં. મગફળીનાં ભાવ રાજકોટમાં રૂ.૨૦ થી ૩૦ ઘટયા હતા. ગોંડલ-હળવદ સ્થિર હતાં.

ગોંડલમાં ૧૪ હજાર ગુણી, રાજકોટમાં ૫૫૦૦ ગુણી અને હિમતનગરમાં એક હજાર ગુણીની આવક

સૌરાષ્ટ્રમાં વેપારી અંદાજ પ્રમાણે આજે રપથી ૨૭ હજાર ગુણીની નવી મગફળીની આવકનો અંદાજ છે. જો હવે વરસાદ ન આવે તો આગામી સપ્તાહે આવકો ૪૦ થી ૫૦ હજાર ગુણીએ પહોંચી જશે.

ગોંડલમાં મગફળીની ૧૫ હજાર ગુણીની આવક હતી અને  ભાવ જાડામાં રૂ.૧૦૦૦ થી ૧૦૫૦ અને જીણીમાં રૂ.૭૦૦ થી ૧૦૦૦ ભાવ હતાં. સુકા માલો બહુ ઓછા હતા.

હળવદમાં ચાર હજાર ગુણીની આવક હતી અને ભાવ કોકાકોલામાં રૂ.૭૦૦ થી ૮૦૦, ૩૭ નંબરમાં રૂ.૮૦૦ થી ૯૦૦ અને ૨૪ નંબરમાં રૂ.૧૦૧૦ થી ૧૦૧૫નાં ભાવ હતાં.

સૌરાષ્ટ્રમાં રપ થી ર૭ હજાર ગુણી નવી મગફળીની આવક નોંધાઇ

રાજકોટમાં ૫૫૦૦ ગુણીની આવક હતી અને ભાવ ટીજે ૩૭માં રૂ.૭૦૦ થી ૯૬૦, ર૪ નંબર રોહીણીમાં રૂ.૮૦૦થી ૯૭૦, ૩૯ નંબરમાં રૂ.૭૦૦થી ૧૦૦૦ અને ૬૬ નંબરમાં રૂ.૭૫૦થી ૮૫૦નાં ભાવ હતાં.

હિંમતનગરમાં ૧૦૦૦ ગુણીની આવક હતી અને ભાવ ર૪ નંબરમાં રૂ.૯૭૫ થી ૧૨રપ નાં ભાવ હતાં. હિંમતનગરમાં પણ આગામી સપ્તાહથી આવકો બેથી ત્રણ હજાર ગુણી શરૂ થવાની ધારણાં છે.
કોમેન્ટ કરો (0)
વધુ નવું વધુ જૂનું