લસણમાં બિયારણની માંગ ન નીકળતા નીચા ભાવ યથાવત

Low demand for garlic crop price as seed demand remains garlic price unchanged in Agriculture of Gujarat

લસણ બજારમાં બિયારણની માંગ ન નીકળતા ભાવ નીચી સપાટી પર યથાવત છે. સૌરાષ્ટ્રમાં તાજેતરનાં વરસાદને કારણે મગફળી-કપાસની આવકો લેઈટ થઈ હોવાથી ખેડૂતો લસણનું બિયારણ લેવા માટે હજી ખાસ આવ્યાં નથી. 

બીજી તરફ દેશાવરમાં સરેરાશ ભાવ સારા હોવાથી ગુજરાતમાં ગોંડલ પીઠામાં છેલ્લા બે દિવસથી રાજસ્થાન-મધ્યપ્રદેશની ગાડીઓ આવતી બંધ થઈ ગઈ છે.

ગોંડલમાં લલણની આજે ૮૦૦ બોરીની આવક હતી અને મુંડામાં ભાવ રૂ.૧૦૦૦થી ૧૧૦૦ના હતાં. જ્યારે રાશબંધમાં રૂ.૧૨૦૦ થી ૧૭૦૦ સુધીનાં ભાવ હતાં. 

રાજકોટમાં લસણની ૬૦૦ ગુણીની આવક હતી અને ભાવ રૂ.૧૦૨૦ થી ૧૬૦૦નાં જોવા મળ્યાં હતાં. નબળા માલની આવકો ર૦ ટકા જેવી હતી.

ગોંડલમાં બે દિવસથી નીચા ભાવથી દેશાવરની આવકો બંધ થઈ

ઈન્દોરમાં પ હજાર ગુણીની આવક હતી અને ભાવ મિડીયમ ક્વોલિટમાં રૂ.૪૬ થી ૬૦, લાડુમાં રૂ.૬૫પથી ૭૮, ફુલ ગોલામાં રૂ.૮૦ થી ૯૦ અને સારા એક્સ્ટ્રા માલમાં રૂ.૯૫ થી ૧૨૦નાં ભાવ હતાં. 

સરેરાશ બજારો ટકેલી રહી હતી.ઈન્દોર મંડી શનિવારે બંધ રહેવાની છે. પીપલીયા ૧૩ હજાર ગુણીની આવક હતી.

કોટા ભામાશા મંડીમાં લસણની ૧૨ હજાર ગુણી ઉપરની આવક હતી. ભાવ રૂ.૬૦ થી ૧૨૦ની વચ્ચે પ્રતિ કિલો ક્વોલિટી મુજબ હતાં. 

વેપારીઓ કહે છેકે રાજસ્થાન-મધ્યપ્રદેશમાં આવકો ખૂબ જ સારી હોવાથી બજારો હાલ વધતા નથી. 

મધ્યપ્રદેશમાં ઊંટી ક્વોલિટીનાં લસણનાં વાવેતર શરૂ થઈ ગયા છેઅને હજી દશેક દિવસ બાદ વેગ પકડી શકે છે. શ્રાધ્ધ પક્ષ પૂરો થત્તા વાવેતર શરૂ થવા લાગ્યા છે.
કોમેન્ટ કરો (0)
વધુ નવું વધુ જૂનું