
સૌરાષ્ટ્રમાં હાલ જૂના કપાસની ઘટીને ૨૩ થી ૩૪ હજાર મણ અને નવા કપાસની બે થી અઢી હજાર મણની આવક થઇ રહી છે. જૂના કપાસની આવક સતત ત્રણ દિવસ વધ્યા બાદ ઘટી હતી.
આજે નવા અને જૂના કપાસના ભાવ યાર્ડોમાં મણે રૂ।.૧૫ થી ૨૦ ઘટયા હતા. કપાસના અગ્રણી બ્રોકરના જણાવ્યા પ્રમાણે આજે જીનપહોંચ નવા કપાસના ભાવ રૂ.૮૪૦ થી ૮૫૦ અને જુના કપાસના સારી કવોલીટીના રૂ.૧૦૧૫ થી ૧૦૨૦ અને મિડિયમ ક્વોલીટીના રૂ.૯૪૦ થી ૯૮૦ ભાવ ટકેલા હતા.
રાજકોટ યાર્ડમાં એકદમ હલકો નવો કપાસ આજે નીચામાં રૂ।.૭૦૦માં વેચાયો હતો. જ્યારે અમરેલીમાં નવા કપાસના રૂ।.૮૦૦ થી ૯૫૦ અને સાવરકુંડલામાં નવા કપાસના રૂ.૭૫૦ થી ૯રપના ભાવ હતા.
ગુજરાતના કપાસના ખેડૂતોને હજુ ટેકાના ભાવથી રૂ।.૨૫૦ થી ૩૦૦ નીચા ભાવે ક્પાસ વેચવાની ફરજ પડો રહો છે.
જામજોધપુરમાં આજે નવા કપાસની ૪૦ મણની આવક થઇ હતી અને ભાવ રૂ.૮૯૦ થી ૯૬૦ પડ્યા હતા. જુના કપાસની આવક દરેક સેન્ટરમાં સતત ત્રણ દિવસ વધ્યા બાદ ઘટી હતી.
જૂના કપાસની આવક સૌરાષ્ટ્રમાં રાજકોટમાં ૭૦૦૦ મણ, અમરેલીમાં ૮૦૦૦ મણ, સાવરકુંડલામાં ૧૦૦૦ મણ, જસદણમાં ર૦૦૦ મણ, જામજોધપુરમાં ૧૭૦૦ મણ, ગોંડલમાં ૧૫૦૦ મણ, બાબરામાં ૧૨૦૦ મણ, વાંકાનેરમાં ૫૫૦ મણ, તલાજામાં ૧૫૦ મણ અને રાજુલામાં ૧૬૦ મણની આવક હતી. જૂના કપાસના ભાવ ઊંચામાં રૂ.૯૯૦ થી ૧૦૩૦ અને નીચામાં રૂ।.૭૫૦ થી ૮રપ હતા.
દેશમાં પણ કપાસની આવક વધીને ૧૨,૫૦૦ ગાંસડી રૂના કપાસની રહી હતી જે ગઇકાલે ૯૧૦૦ ગાંસડીની હતી. વરસાદી વાતાવરણ હળવું થતાં રૂની આવક શુક્રવારે વધી હતી. સોમવારથી દેશમાં રોજની નવા કપાસની આવક ૧૫ હજાર ગાંસડી રૂની થવાની ધારણા છે.