નવી મગફળીની આવકો વધી, પરંતુ સુકા માલો માત્ર ૧૦ થી ૨૦ ટકા જ

 New groundnut crop revenue increased but Peanut crop dry goods accounted for only 10 to 20 per cent in Agriculture of Gujarat

મગફળી-સીંગદાણાની બજારમાં સરેરાશ ભાવ અથડાય રહ્યા છે. શનિવારે નવી મગફળીની આવકો વધી હતી,પરેતુ સુકા માલોની આવકો તેમાં ૧૦ થી ૨૦ ટકા જેટલી માંડ હતી. 

મોટા ભાગનો માલ વધુ હવા કે ભીનો જ આવી રહ્યો છે. પરિણામે બજારમાં ખાસ વેપારો હજી ઉતરતા નથી. સૌરાષ્ટ્રમાં તમામ સેન્ટરમાં મળીને નવી મગફળીની શનિવારે ૩૦ થી ૩૨ હજાર ગુણીની આવકનો અંદાજ છે. 

હજી રાજકોટ-હળવદમાં આવકો વધતી નથી, પરંતુ ગોડલમાં આજે આવકો સિઝનની સૌથી વધુ થઈ હતી. 

સારી મગકળીનાં ભાવ ઊંચા જ રહે તેવી સંભાવનાઃ દાણામાં નરમાઈ

ગોંડલમાં ૧૭થી ૧૮ હજાર ગુણીની આવકનો અંદાજ છે અને ભાવ જીણીમાં હવાવાળા માલ રૂ.૬૦૦ થી ૮૦૦ અને સુકા માલ રૂ.૧૦૨૧ સુધીમાં ખપ્યાં હતા. જ્યારે ઝાડીમાં ઉપરમાં રૂ.૧૦૫૫નાં ભાવ હતાં.

હળવદમાં ૪ હજાર ગુણીની આવક હતી અને ૨૦ ટકા માલ જ સુકા હતા. ભાવ નબળામાં રૂ.૭૦૦ થી ૮૦૦, એવરેજમાંરૂ.૮૦૦ થી ૯૦૦ અને સારા સુકા માલ રૂ.૯૫૦ થી ૧૦૦૦માં ખપ્યાં હતાં.

રાજકોટમાં ૪ થી ૪.૫ હજાર ગુણીની આવક હતી. ભાવ ટીજે ૩૭માં રૂ.૭૦૦ થી ૯૪૦, ર૪ નંબર રોહીણીમાં રૂ.૮૦૦ થી ૯૬૦, ૩૯ નંબર બોલ્ડમાં રૂ.9૦૦ થી ૧૦૦૦ અને ૬૬ નંબરમાં રૂ.૭૫૦ થી ૮૫૦નાં ભાવ હતાં.

વેરાવળ, ઉના લાઈન,સુત્રાપાડુ, કેશોદ-જૂનાગઢમાં મળીને બીજી ૧૫૦૦ થી ૨૦૦૦ ગુણીની આવક કે ડિલીવીરનાં વેપારો થયા હોવાનો અંદાજ છે. હિંમતનગરમાં ૫૦૦ થી ૭૦૦ ગુણીની આવકનો અંદાજ છે.

કોમેન્ટ કરો (0)
વધુ નવું વધુ જૂનું