
દેશમાંથી ચાલુ વષે મગફળીનો બમ્પર પાક થવાનો અંદાજ છે, જ્યારે દેશમાંથી જુલાઈ મહિનામાં સીંગદાણાની નિકાસ ગત વર્ષની તુલનાએ બમણી થઈ છે.
APEDA નાં આંકડાઓ પ્રમાણે જુલાઈ મહિનામાં સીંગદાણાની કુલ પ૬રપપ ટનની નિકાસ થઈ છે, જેગત વર્ષે ૨૮૦૦૮ ટનની નિકાસ થઈ તી. આમ બમણાથી પણ થોડો વધારો બતાવે છે.
અપેડાનાં આંકડાઓ પ્રમાણે એપ્રિલથી જુલાઈ એમ કુલ ચાર મહિના દરમિયાન સીગદાણાની કુલ નિકાસ ૧.૪૦ લાખ ટનની થઈ છે, જે ગત વર્ષે ૧.૩૫ લાખ ટનની નિકાશ થઈ હતી.
આમ ચાર ટકાનો વધારો બતાવે છે. ચાલુ વર્ષે સરરાશ ૧૧૯૨ ડોલરનાં ભાવથી નિકાસ થઈ છે જે ગત વર્ષે ૧૦૯૨ ડોલર પ્રતિ ટનનાં ભાવથી નિકાસ થઈ હતી.