
ગુજરાતમાં હવે નવા કપાસની આવક દરેક સેન્ટરમાં ઝડપથી વધી રહી છે.
આજે નવા કપાસની આવક રાજકોટમાં ૭૦૦ મણ ( રૂ.૬૫૦ થી ૯૦૮), બોટાદમાં ૮૦0૦૦ મણ ( રૂ.૭૫૦-૯૫૦), હળવદમાં ૪૫૦૦ મણ (રૂ.૭૦૦-૯૫૦), અમરેલીમાં ૧૦૦૦ મણ (રૂ.૬૫૦-૯૦૦), સાવરકુંડલામાં ૧૫૦૦ મણ (રૂ.૬૫૦-૯૦૦), જસદણમાં ૧૦૦૦ મણ (રૂ।.૬૦૦-૯૦૦), જામજોધપુરમાં ૧૦૦ મણ (રૂ.૭૦૦-૯૦૦), બાબરામાં ૫૦૦ મણ(રૂ.૭૫૦-૯૮૦) અને વાંકાનેરમાં ૪૫૦ મણ(રૂ।.૭૫૦-૯૮૦) મણની આવક હતી.
આમ, નવા કપાસની આવક આજે ૧૩થી ૧૪ હજાર મણની હતી જે ગઇકાલે ૭૭૦૦૦ થી ૭૫૦૦ મણની જ હતી, આમ આજે નવા કપાસની આવક મોટા પ્રમાણમાં વધી હતી.
જ્યારે જુના કપાસની આવક આજે રાજકોટમાં ૫૫૦૦ મણ (રૂ.૮૦૦-૯૯૦), બોટાદમાં ૨૦૦૦ મણ (૮૫૦-૧૦૨૫), અમરેલીમાં ૩૦૦૦ મણ (રૂ.૮૦૦-૧૦૧૦), સાવરકુંડલામાં ૧૦૦૦ મણ (ફરૂ.૮૨૫-૧૦૧૦), જસદણમાં ૨૦૦૦ મણ (રૂ।.૮૦૦-૧૦૦૦), જામજોધપુરમાં ૩૦૦૦ મણ (રૂ।.૮૮૦-૯૮૫), ગોડલમાં ૮૦૦ મણ (રૂ।.૮૫૦-૧૦૦૦) અને બાબરામાં ૧૫૦૦ મણ (રૂ।.૫૫૦-૧૦૧૦), તળાજામાં ૬૦૦ મણ (રૂ.૭૦૦-૯૮૦) અને રાજુલામાં ૨૮૦ મણ (રૂ.૭૬૦-૧૦૧૦) ના હતા.
જુના કપાસની આવક આજે ૧૯ થી ૨૦ હજાર મણની જળવાયેલી હતી.