રાજસ્થાનમાં નવી બાજરીની ૮ થી ૧૦ હજાર ગુણીની આવક નોધાઇ

Agriculture in India Rajasthan, income of 8 to 10 thousand bags of new millet crop was recorded

રાજસ્થાનમાં નવી બાજરીની આવકો વધી રહી છે અને વેપારી અંદાજ પ્રમાણે દૈનિક ૮થી ૧૦ હજાર ગુણીન આવક ચાલુ થઈ ગઈ છે. 

ચોમાસું વિદાય લેવાની તૈયારીમાં હોવાથી આવકો હજી આગામી સપ્તાહથી વધી જશે. સરેરાશ બાજરીની બજારમાં આગળ ઉપર લેવાલી કેવી રહે તેવી ધારણાં છે. જોકે હાલ ઉનાળુ બાજરીમાં ભાવ મજબૂત છે. 

રાજસ્થાનમાં નવી બાજરીનાં ભાવ પણ ઊંચકાયા છે. ત્યાં કેટલભીડનાં ભાવ રૂ.૧૧૫૦ થી ૧૨૦૦ અતે સારી બાજરી રૂ.૧૪૦૦ થી ૧૪૫૦ છે.

રાજસ્થાનની બાજરીનાં રાજકોટ પહોંચનાં ભાવ મશીનક્લીન સારામાં રૂ.૧૬૦૦ વાળા હાલ રૂ.૧૭૨૫ ક્વોટ થાય છે.

રાજકોટમાં બાજરીની ૨૫૦થી ૩૦૦ બોરીની આવક હતી અને ભાવ રૂ.૨૫૦થી ૩૦૦નાં હતાં. જ્યારે બિલ્ટીમાં રૂ.૧૫૦૦થી ૧૫૨પનાં હતાં.

હિંમતનગરમાં રૂ.૨૫૦થી ૨૭૦નાં ભાવ હતા અને ૧૦૦ કટ્ટાની આવક હતી. દહેગામ બાજુ પણ ૪૦૦ ગુણીની આવક હતી અને ભાવ રૂ.૧૯૦થી ૨૨૦ સુધીનાં હતાં.

કોમેન્ટ કરો (0)
વધુ નવું વધુ જૂનું