લસણ બજારમાં તેજીને હાલ પૂરતી બ્રેક લાગી છે. ગુજરાતમાં વરસાદી માહોલ હોવાથી હાલ ઘરાકી એકદમ ઠંડી પડી છે, જેને પગલે બજારમાં ઊંચી સપાટીથી ભાવ થોડા ઘટયા છે. જોકે દેશાવરની બજારમાં કિલોએ રૂ.૧થી ર સારા માલમાં સારા હતાં.
સૌરાષ્ટ્રમાં મણે રૂ.૩૦થી ૪૦નો આજે ઘટાડો જોવા મળ્યો હતો. લસણનાં વેપારીઓ કહેછેકે લસણની બજારમાં ટૂંકાગાળા માટે બજારો સરેરાશ મિશ્ર માહોલ રહેશે. સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ પૂરો થયા બાદ બિયારણની માંગ સારી માત્રમાં નીકળે તેવી ધારલાં છે.
રાજકોટમાં લસણની ૬૦૦ ગુણીની આવક હતી અને ભાવ મુંડામાં રૂ.૮૦૦થી ૯૫૦, રાશબંધમાં રૂ.૧૧૦૦થી ૧૫૦૦ અને સુપર રાશબંધમાં રૂ.૧૫૦૦થી ૧૭૦૦નાં ભાવ હતાં. એક વક્લમાં એકસ્ટ્રા ક્વોલિટીમાં રૂ.૧૯૭૫ સુધીનાં ભાવ બોલાયાં હતાં.
ઘીરોરમાં લસણની ૭ હજાર ગુણીની આવક થઈ હતી. કોટા ભામાશા મંડીમાં ૭ હજાર ગુણીની આવક હતી.
ઈન્દોરમાં લસણની ૮૦૦૦થી ૮૫૦૦ ગુણીની આવક હતી. ભાવ પ્રતિ કિલો મિડીયમમાં રૂ.૪૦થી પપ, લાડુમાં રૂ.૬૫થી ૭૫, ફુલ ગોલામાં રૂ.૭૫થી ૮૫, સુપરમાં રૂ.૯૦થી ૧૦૦ અને એક્સટ્રામાં રૂ.૧૦૫થી ૧૧૦નાં ભાવ હતાં.
લસણનાં વેપારીઓ કહે છે કે બિયારણની માંગ નીકળ્યાં પછી લસણની બજારમાં થોડો સુધારો આવી શકે છે. હાલ સ્ટોકિસ્ટો પાસે રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં માલ પડ્યો છે, પરંતુ તેન વેચવાલી જોઈએ એટલી આવતી નથી.