સૌરાષ્ટ્રમાં આજે વરસાદી માહોલ અને વાદળછાયું વાતાવરણ હતું. અમુક વિસ્તારમાં છાંટાછુંટી પણ પડી હતી. વેપારીઓ કહે છેકે જો વરસાદ આવે તો નવી મગફળીની આવકો વધવાને બ્રેક લાગી શકે છે.
જે ખેડૂતોએ મગફળી ખેતરમાંથી કાઢી છે તેઓ પણ જો ભીની થશે તો હાલ વેચવા માટે ઉતાવળ નહીં કરે, જેને પગલે ટૂંકાગાળા માટે ધારણાં કરતાં ઓછી આવકો થઈ શકે છે.
રાજકોટ અને ગોંડલમાં નવી મગફળીની આવકો આજે વધી હતી, જ્યારે હળવદમાં સ્થિર હતી. સમગ્ર ગુજરાતમાં નવી મગફળીની આજે 20 હજાર ગુણીની આવક થઈ હોવાનો અંદાજ છે.
ગોંડલમાં નવી મગફળીની 10 હજાર ગુણીની આવક હતી, અને ભાવ જાડીમાં રૂ.800 થી 1060 નાં હતાં, જ્યારે ઝીણીમાં રૂ.750 થી 1000 સુધીનાં ભાવ હતા. ભાવ સરેરાશ સ્થિર હતાં.
રાજકોટમાં 6 હજાર ગુણીની આવક હતી, અને ભાવ TJ 37 માં રૂ.800 થી 950, 24 નંબર રોહીણીમાં રૂ.880 થી 1030, 39 નંબર બોલ્ડમાં રૂ.850 થી 1020 અને 66 નંબરમાં રૂ.800 થી 900 નાં ભાવ હતાં.
હળવદમાં 2000 ગુણીની આવક હતી, અને ભાવ 10 થી 12 હવાવાળામાં રૂ.950 થી 1000 અને 12 થી 15 હવામાં રૂ.750 થી 850 નાં ભાવ હતાં. હવે ધીમે ધીમે ઓછી હવાવાળા માલ વધી રહ્યાં છે. અમુકમાં 8 ટકા સુધીની પણ હવા હતી.
નાફેડની મગફળીમાં ભાવ ઊંચાં હતા. ગોંડલનાં એક ગોડાઉનમાં રૂ.5657 ની બીડ પડી હતી. જ્યારે ઈડર માટે રૂ.5411, ધાનેરા માટે રૂ.5257, સૌરાષ્ટ્રનાં અન્ય ગોડાઉન માટે રૂ.5240 થી 5257 સુધીનાં ભાવ હતાં.