
બાજરીમાં ધીમી ગતિએ ભાવમાં સુધારો જોવા મળ્યો હતો. ખાસ કરીને ઉનાળુ બાજરીની બજારો સુધી રહી છે.
ચોમાસું બાજરીમાં આવકો વધી રહી હોવાથી ભાવ નીચી સપાટી પર સ્થિર છે. રાજસ્થાનની બાજરીનાં ગુજરાતમાં વેપારો થોડા-થોડા ચાલુ થવા લાગ્યાં છે.
દહેગામમાં નવી ચોમાસું બાજરીની ૫૦૦ ગુણીની આવક થઈ હતીઅને ભાવ ૨૦ કિલોનાં રૂ.૨૦૦થી રરપનાં હતાં. રાજસ્થાનમાં ૧૦ હજાર ગુણીની આવક થાય છે.
ભાવ રૂ.૨૦૦ આસપાસનાં ક્વોટ થાય છે. હજી ભેજવાળી બાજરી વધારે આવે છે.
હિમતનગરમાં બાજરીની ૫૦ થી ૧૦૦ બોરીની આવક હતી અને ભાવ ઉનાળુનાં રૂ.૨૫૦ થી ૨૮૦નાં હતાં. બિલ્ટીમાં કાચા માલનાં રૂ.૧૩૩૦, મશીનનાં રૂ.૧૪૨પના ભાવ હતાં.
રાજકોટમાં ૩૦૦ બોરીની આવક સામે ભાવ રૂ.૨૫૦ થી ૨૯૦નાં હતા. જ્યારે બિલ્ટીમાં રૂ.૧૫૦૦નાં ભાવ હતાં.
રાજસ્થાનની નવી બાજરીમાં રાજકોટ પહોંચમાં રૂ.૧૬૦૦ અને ઉત્તર ગુજરાત માટે રૂ.૧૫૫૦નાં ભાવથી વેપારો થાય છે.