
ગુજરાતમાં હવે નવા કપાસની આવક દરેક સેન્ટરમાં ઝડપથી વધી રહી છે અને સાથે સાથે ભાવ ઝડપથી ઘટી રહ્યા હોઈ જૂના કપાસની વેચવાલી પણ વધી રહી છે.
આજે નવા કપાસની આવક રાજકોટમાં ૩૦૦૦ મણ ( રૂ।.૬૫૦ થી ૯૪૦), બોટાદમાં ૧૫૦૦૦ મણ ( રૂ.૭૫૦-૧૦૦૦), હળવદમાં ૭૫૦૦ મણ (રૂ।.૭૦૦-૯૮૦), અમરેલીમાં ૪૦૦૦ મણ (રૂ.૭૦૦-૯૪૦), સાવરકુંડલામાં ૨૫૦૦ મણ (રૂ।.૭૦૦-૯૦૦), જસદણમાં ૩૦૦૦ મણ (રૂ।.૬૦૦-૯૦૦), જામજોધપુરમાં ૭૦ મણ (રૂ.૫૦૦-૮૫૦)ની આવક હતી.
આમ, નવા કપાસની આવક આજે ૩૫ થી ૩૬ હજાર મણની હતી જે ગયા સપ્તાહે એવરેજ ૮ થી ૧૦ હજાર મણની જ હતી, આમ હવે નવા કપાસની આવક ઝડપથી વધી રહી છે.
જ્યારે જુના કપાસની આવક આજે રાજકોટમાં ૬૦૦૦ મણ (રૂ.૮૫૦-૧૦૦૦), બોટાદમાં ૧૦૦૦ મણ (૭૫૦-૯૦૦), અમરેલીમાં ૪૦૦૦ મણ (રૂ।.૮૦૦-૧૦૧૦), સાવરકુંડલામાં ૫૦૦ મણ (રૂ.૮૦૦-૧૦૧૦), જસદણમાં ૩૫૦૦ મણ (રૂ।.૮૫૦-૧૦૦૦), જામજોધપુરમાં ૨૨૦૦ મણ (રૂ।.૮૩૦-૯૯૦), ગોડલમાં ૧૦૦૦ મણ (ફૂ.૮૫૦-૧૦૧૦) અને બાબરામાં ૩૦૦૦ મણ (રૂ.૭૮૦-૯૩૦), તળાજામાં ૫૦૦ મણ (રૂ।.૬૫૦-૯૭૦) અને રાજુલામાં ૫૪૦ મણ (રૂ।.૬૦૦-૧૦૧૦)ના હતા.
(કૌસમાં કપાસના ભાવ બતાવેલા છે) આમ, જુના કપાસની આવક આજે રર થી ૨૩ હજાર મણની જળવાયેલી હતી.