
ડુંગળીમાં તેજીને બ્રેક લાગી છે. ડુંગળીનાં ભાવ વધીને નાશીકમાં રૂ.૧૦૦૦થી ૧૧૦૦ની સપાટીએ પહોંચ્યાં બાદ હાલ રૂ.૧૦૦૦ આસપાસ અથડાય રહ્યાં છે.
હાલ નાશીકની પીમ્પલગાવ મડીમા રૂ.૧૦૨૦ સુધીનાં ઊંચા ભાવ છે, એ સિવાય સરેરાશ બજારો નીચા છે.
નાશીકમાં ઘટાડાને પગલે સૌરાષ્ટ્રમાં પણ સારી ડુંગળીનાં ભાવમાં મણે 7રૂ.૧૫થી ૨૦નો ઘટાડો જોવા મળ્યો હતો. જોકે ડુંગળીની બજારો બહુ ઘટે તેવા સંજોગો નથી.
સરકાર દ્વારા ભાવ વધશે તો આયાત દ્વાર ખોલે તેવી સંભાવનાએ તેજી અટકી
નાશીકનાં એક અગ્રણી વેપારીના જણાવ્યાં પ્રમાણ સરકાર દ્વારા જો ભાવ વધુ ઊંચકાશ તો આયાત વેપારો ચાલુ કરવામાં આવ તેવી શક્યતા રહેલી છે, જેને પગલે ડુંગળીની તેજીને હાલ પૂરતી બ્રેક લાગી છે.
આગળ ઉપર બજારો ઊંચકાશે તે વાત નક્કી છે. ડુંગળી જ નથી અને નવી ડુંગળીને આવતા હજી ઓછામાં ઓછો એક મહિનો નીકળી જશે. પરિણામે બજારો ઊંચકાય તેવી પૂરી સંભાવના છે.
મહુવામાં લાલ ડુંગળીની ૭૫૦૦ થેલાની આવક હતી અને ભાવ રૂ.૧૫૦ થી ૬૮૫નાં હતાં. જ્યારે પીળી પત્તાની ૧૦૦૦ થેલાની આવક હતી અને ભાવ રૂ.૧૧૯ થી ૧૪૦ના હતાં.
જ્યારે સફેદમાં રૂ.૬૦૦ થી ૭૦૦ના ભાવ હતાં. સફેદમાં સારીમાં રૂ.૧૦૦ નીકળી ગયાં છે.