લસણમાં ખેડૂતોની બિયારણ માટે માંગ વધી: ભાવ વધી શકે

Demand for garlic seeds from farmers has increased in Agriculture of Gujarat garlic crop prices may go up

લસણ બજારમાં બિયારણની માંગ થોડી-થોડી નીકળવા લાગી હોવાથી ભાવમાં સુધારો થાય તેવી સંભાવનાં છે. સૌરાષ્ટ્રની બજારો આજે સ્ટેબલ હતી, પરંતુ રાજસ્થાનમાં સુધારો હતો. મધ્યપ્રદેશની અનેક મંડીઓ આજે હડતાળને કારણે બંધ રહી હતી.

રાજકોટમાં લસણની ૩૦૦ બોરીની આવક સામે ભાવ મુંડામાં રૂ.૮૦૦થી ૯૫૦, રાશબંધમાં રૂ.૧૧૦૦તી ૧૨૦૦, સારા રાશબંધમાં રૂ.૧૩૦૦થી ૧૫૫૦ અને સુપર માલમાં રૂ.૧૬૦૦થી ૧૮૦૦નાં ભાવહતાં.

ગોંડલમાં ૮૦૦થી ૯૦૦ ગુણી આવક હતી અને ભાવ રૂ.૧૨૦૦થી ૧૬૦૦ સારા માલમાં બોલાતાં હતાં.

મધ્યપ્રદેશમાં આવકો બંધઃ રાજસ્થાનમાં બજારો ક્વિન્ટલે રૂ.૨૦૦થી ૩૦૦ સુધરી

કોટા ભામાશા મંડીમાં ૮૫૦૦ ગુણીની આવક હતી અને જ્યારે એમ.પી.માં ઈન્દોર મંડી ચાલુ હતી અને ત્યાં લસણની પ હજાર ગુણીની આવક હતી અને ભાવ મિડીયમ ક્વોલિટીમાં રૂ.૪૦ થી પપ, લાડુમાં રૂ.૬૫થી ૭૮, ફુલ ગોલામાં રૂ.૮૫થી ૯૦ અને એક્સ્ટ્રા માલમાં રૂ.૬૫થી ૧૧૦નાં ભાવ હતા. કિલોએ રૂ.રથી ૩ આજે બજાર સરેરાશ સારૂ હતું.

મધ્યપ્રદેશનાં વેપારીઓ અડગ હોવાથી હડતાળ હજી ચાલે તેવી સંભાવનાં છે. આગળ ઉપર સરકાર કંઈક સમાધાનભર્યું વલણ અપનાવે તો હડતાલ વહેલી સમેટાય જશે.

કોમેન્ટ કરો (0)
વધુ નવું વધુ જૂનું