
દેશમાં કઠોળ પાકનાં ખરીફ સિઝનમાં વાવેતર વિક્રમી થયા છે, પંરતુ ભારે વરસાદને પગલે પાકમાં નુકસાન થત્ત બજારો ઝડપથી વધી રહ્યાં છે.
ખાસ કરીને તુવેરદાળની બજારમાં હવે ઝડપી તેજી આવી છે અને ભાવ ગત સપ્તાહે વધીને રૂ.૧૦૦ પ્રતિ કિલો મિલ પહોંચની શરતે વેપારો થઈ ગયાં હતાં. કેટલાક સેન્ટરમાં તો આનાં કરતાં પણ ઊંચા ભાવ હતાં.
તુવેરનાં મુખ્ય ઉત્પાદક વિસ્તાર એવા કર્ણાટક અને મહારાષ્ટ્રમાં એક્સ મિલ તુવેરનાં ભાવ પ્રતિ ક્વિન્ટલ રૂ.૧૦,૫૦૦ સુધી બોલાયાં હતાં. જેને પગલે કઠોળ મિલોએ નાફેડનો પોતાનો સ્ટોક બજારમાં ઠલવવા માટે પણ માંગ કરી છે.
ખરીક સિઝનમાં કઠોળનાં પાકને નુકસાનને પગલે ભાવ ઊંચકાયાં
વેપારીઓ કહે છેકે કઠોળની આવકો ઓછી છે અને માંગ વધી રહી હોવાથી બજારમાં અછત ઊભી થઈ છે જેને પગલે સરકારે વર્ષ ૨૦૨૦-૨૧ માટને આયાત ક્વોટા પણ જાહેર કરવો જોઈએ.
તુવેરનો બમ્પર પાક થશે, પંરતુ હજી નવી આવકો રેગ્યુલર થવાને ત્રણ મહિનાની વાર છે. હાલ કર્ણાટક અને મહારાષ્ટ્રમાં લાતુરમાં આગોતરા પાકની આવકો થાય છે.
તુવેરનાં એક અગ્રણી વેપારીએ જણાવ્યું હતું કે લોકડાઉન સમયે તુવેરનાં ભાવ રૂ.૯૦ પ્રતિ કિલો હતા જે પછી ઘટીને રૂ.૮૨ સુધી પહોંચ્યાં હતાં, પંરતુ હવે ભાવ ફરી વધીને રૂ.૧૦૦ સુધી પહોંચ્યાં છે.
નવી તુવેરને હજી ત્રણ મહિનાની વારઃ નાફેડને સ્ટોક વેચાણ કરવા માંગ
પાંચમી ઓક્ટોબર બાદ તુવેરની બજારમાં જેમ માંગ વધશે તેમ ભાવ હજી પણ વધી જાય તેવી ધારણાં છે. તહેવારોની માંગ નીકળશે તેમ બજારને ટેકો મળશે. કર્ણાટકમાં તુવેરનાં પાકમાં ઉતારામાં મોટો ઘટાડો થાય તેવી ધારણા છે.