
દેશાવરમાં ડુંગળીની બજારો શનિવારે ફરી ઊંચકાય હતી. સાઉથમાં ડુંગળીનો પાક નિષ્ફળ અને સૌરાષ્ટ્રમાં વાવેતર બેવાર નિષ્ફળ ગયા હોવાથી ત્રીજી વાર મોંઘાભાવનું બિયારણ લઈને કેટલા ખેડૂતો વાવેતર કરશે ? એ એક પ્રશ્ન હોવાથી ડુંગળીની બજારો વધી રહી છે.
નાશીકમાં શનિવારે એક સેન્ટરમાં ડુંગળી રૂ.૧૧૦૦ પ્રતિ મણનાં ઊંચા ભાવથી પણ ખપી હતી, જેને પગલે સૌરાષ્ટ્રમાં પણ ભાવ ઊંચકાશે.
મહુવામાં શનિવારે ૬૩૦૦ થેલાની આવક સામે લાલમાં મણનાં રૂ.૧૬૦થી ૭૦૬નાં ભાવ હતા. જ્યારે પીળી પત્તીની ૨૫૦૦ થેલાની આવક સામે ભાવ રૂ.૧૨૧થી રૂ.૪૫૦ની હતી. જ્યારે સફેદમાં રૂ.૨૩૮થી ૮૦૦નાં ભાવ હતાં.
નાશીકની પિમ્પલગાંવ મડીમાં શનિવારે ક્વિન્ટલનાં રૂ.૧૨૦૦થી ૪૯૯૯ના ભાવ હતા. એટલે કે ૨૦ કિલોના ભાવ રૂ.૨૪૦થી રૂ.૧૧૦૦ સુધીનાં ભાવ હતાં.
મોડલ ભાવ પણ ત્યાનાં રૂ.૭૩૦નાં હતાં. લાસણગાંવ મંડીમાં પણ ઊંચામાં ભાવ રૂ.૯૦૦ સુધીનાં બોલાયાં હતાં.
વેપારીઓ કહે કે સૌરાષ્ટ્રમાં પણ સારી ડુંગળીનાં ભાવ ઊંચકાશે અને ચાલુ સપ્તાહે રૂ.૮૦૦ને પાર કરે તેવી સંભાવનાં દેખાય રહી છે.