તલની નિકાસની લેવાલી સારી હોવાથી તલના ભાવમાં નોન સ્ટોપ તેજી

સફેદ તલની બજારમાં ભાવ સતત નવી ઊંચાઈએ તરફ જઇ રહ્યા છે. કોરિયાના તલનાં નવા ટેન્ડરની જાહેરાત અને નિકાસકારોની લેવાલી ચાલુ હોવાથી બજારમાં મણે રૂ.૪૦થી ૫૦ની તેજી થઇ હતી. આગામી દિવસોમાં ભાવ મોટેપાયે વધતા રહે તેવી ધારણાં છે.

commodity market news of sesame export trade good to Sesame price in gujarat today non-stop rise

કેવા રહેશે તલના ભાવ :

તલનાં અગ્રણી બ્રોકરોએ જણાવ્યું હતું કે તલની બજારમાં ઘટયાં ભાવથી પ્રતિ ૨૦ કિલો રૂ.૨૦૦ જછેલ્લા ૧૦ દિવસમાં ભાવ વધી ગયાં છે. ઉનાળુ તલની આવક હજુ એક સપ્તાહ જળવાયેલી રહેશે, પંરતુ ત્યાર બાદ ધીમી ગતિએ ઘટવા લાગશે. ઉનાળુ ક્રોપ ૦થી ૭૦ ટકા બજારમાં આવી ચૂક્યો છે અને હવે જે સફેદ તલ બચ્યા છે તે મજબૂત હાથોમાં હોવાથી તુરંત વેચાણ માટે ન આવે તેવી પણ સંભાવના છે.

ગુજરાતમાં તલના ભાવ :

સમગ્ર ગુજરાતમાં સફેદ તલની ૨૨ હજાર ગુણીની આવક થઈ હતી. ભાવ રાજકોટમાં એવરેજ કવોલીટીના ભાવ પ્રતિ ૨૦ કિલો રૂ.૨૦૮૦થી ૨૧૦૦ અને ૯૯-૧ વેરાઇટીના નાં રૂ.૨૦૮૦થી ૨૧૨૦નાં હતાં.

કાળા તલના ભાવ :

ગુજરાતમાં કાળા તલના ભાવ પણ પ્રતિ ૨૦ કિલો રૂ.૩૦ વધ્યા હતા. ઓલ ગુજરાત કાળા તલની આવક ૪૦૦૦ ગુણીની થઈ હતી. પોર્ટ ડિલીવરી કાળા તલનો ભાવ ૯૯-૧નો ભાવ રૂ.૧૨૬નો હતો, જેમાં શુક્રવારે પ્રતિ કિલો રૂ.૨ સુધારો હતો.

સફેદ તલના ખેડૂતો હાલના ભાવ ઉછાળે વેચીને છુટા થાય, વધુ લોભમાં રહેશે તો પસ્તાવું પડશે...

કેવા રહેશે સફેદ તલના ભાવ :

સફેદ તલના ભાવ છેલ્લા દસ દિવસથી એકધારા વધી રહ્યા છે. ઉનાળુ સફેદ તલના ભાવમાં છેલ્લા દસ દિવસમાં મણે ૨૦૦ રૂપિયાની તેજી થઇ ચૂકી છે. તલનો ભાવ કિલોનો ૧૦૩-૧૦૪ રૂપિયા હતો તે વધીને ૧૧૬ રૂપિયા થયો છે એટલે કે નવા સફેદ તલની આવક શરૂ થઇ ત્યારથી અત્યાર સુધીમાં સફેદ તલમાં કિલોએ ૧૨ થી ૧૩ રૂપિયા વધી ગયા છે એટલે મણે ૨૫૦ રૂપિયાનો ઉછાળો જોવા મળ્યો છે.

તલ રાખવા કે વેચી નાખવા :

ખેડૂતોએ આટલાં ઊંચા ભાવે બધા જ સફેદ તલ સાચવી રાખવા જોખમી બની શકે છે આથી ઊંચા ભાવે ૩૦ થી ૪૦ ટકા તલ વેચી નાખવા જોઈએ. જો કોરિયાના ટેન્ડરમાં ૬૦ ટકા કરતાં વધુ ઓર્ડર મળશે તો હજુ તલમાં મણે ૧૦૦ રૂપિયા વધી શકે છે ત્યારે પણ ખેડૂતોએ થોડા સફેદ તલ વેચી નાખવા જોઈએ. આટલા ઊંચા ભાવે આખો પાક ઘરમાં રાખવાની જોખમ વધી શકે છે અને આગળ જતાં પાણીના ભાવે સફેદ તલ વેચવા પડે તેવી સ્થિતિ પણ આવી શકે છે.

કોમેન્ટ કરો (0)
વધુ નવું વધુ જૂનું