કપાસની આવકમાં ઘટાડો આવતા કપાસના ભાવમાં સ્થિરતા નો માહોલ

કપાસની બજારમાં ભાવ અથડાય રહ્યાં છે. સૌરાષ્ટ્રમાં હવે ખાસ આવકો નથી. મહારાષ્ટ્રની ૧૦ થી ૧૨ ગાડીની આવક હતી અને તેનાં ભાવ રૂ.૨૩૦૦થી ૨૪૦૦ પ્રતિ મણનાં હતાં. કડીમાં હવે આવકો આવતી નથી.

commodity market news of cotton market income declines in Gujarat cotton mandi Bhav today stable

બુધવારે મહારાષ્ટ્રમાં કોટન બજારમાં નોધપાત્ર ફેરફાર થયો નહો, મહારાષ્ટ્રમાં બુધવારે કોટન બજારમાં એકંદર સ્થિર વલણ જોવા મળ્યું હતું. ખાંદેશથી લઈને મરાઠવાડામાં ભાવમાં ટ્રેન્ડ ગત સપ્તાહના અંતની રેન્જમાં જ ચાલી રહ્યા છે.

બીજી બાજુ એક સપ્તાહથી પણ વધુ સમયથી રાજ્યમાં સીડ અને કપાસના ભાવમાં ફરક જોવા મળ્યો નથી. જોકે, સિલોડમાં સ્થિર ટોન જોવા મળ્યો હતો. તથા નાગપુર અને અકોલામાં હજાર રૂપિયાનો ફર જોવા મળ્યો હતો.

સમગ્ર સૌરાષ્ટ્રમાં કપાસની આવકો આજે ૧૦ હજાર મણની થઈ હતી. સાવસ્કુંડલા અને જસદણણાં રૂ.૨૭૦૦નાં ભાવ હતા, પરંતુ એવા માલ બહુ ઓછા આવે છે. નીચામાં બાબરામાં રૂ.૧૮૪પ૫પનાં ભાવ પણ પીઠામાં બોલાયા હતાં. સમગ્ર સૌરાષ્ટ્રમાં સરેરાશ બેસ્ટ કપાસનાં ભાવ રૂ.૨૫૦૦-૨૫૫૦, મિડીયમનાં રૂ.૨૧૦૦થી ૨૨૦૦ હતાં.

કપાસના ટ્રેડર્સ કહે છે કે કપાસનાં આગોતરા વાવેતર મોટા ભાગનાં પૂરા થઈ ગયા છે અને રેગ્યુલર વાવેતર હજી ધીમી ગતિએ ચાલે છે. જે વિસ્તારમાં બે ઈંચ કરતા વધારે પાણી પડ્યું ત્યાં જખેડૂતો વાવણીનું જોખમ લઈ શકે છે. ચોમાસું સત્તાવાર ગુજરાતમાં આવી ગયું છે પરંતુ હજી રેગ્યુલર વરસાદ આગામી સપ્તાહથી શરૂ થાય તેવી ધારણાં છે.

કોમેન્ટ કરો (0)
વધુ નવું વધુ જૂનું