ગુજરાતમાં આજે કેટલાક સ્થળે છુટા છવાયા ઝાપટા, હળવા વરસાદની શકયતા

આજે ગુજરાતમાં છુટા છવાયા વિસ્તારોમાં ઝાપટા હળવો વરસાદ પડી શકે. દક્ષિણ ગુજરાતમાં ડાંગ, વલસાડ, સુરત, ભરૂચ, નવસારી, તાપી અને નર્મદા જિલ્લાઓના વિસ્તારોમાં કેટલાક સ્થળોએ હળવા ભારે ઝાપટા તથા એકાદ બે સ્થળોએ હળવો વરસાદ પડી શકે. 

the gujarat weather today is scattered showers in some places rain in gujarat today possibility of light rain

ગુજરાતમાં વરસાદ ના સમાચાર :

મધ્યપ્રદેશ સરહદ લાગુ રાજ્યના જિલ્લાઓ પંચમહાલ, છોટાઉદેપુર, મહીસાગર, મહેસાણા અને દાહોદ જિલ્લા તથા તેને લાગુ વિસ્તારોમાં અમુક સ્થળે હળવા ભારે ઝાપટા પડી શકે.

ગુજરાત વરસાદની આગાહી :

મધ્ય ગુજરાતમાં વડોદરા, અમદાવાદ ,આણંદ જિલ્લામાં છાંટા છૂટી કે ક્યાંક છૂટા છવાયા હળવા ઝાપટા તથા ઉત્તર પૂર્વના અરવલ્લી, સાબરકાંઠા, ખેડા જિલ્લાઓમાં એકાદ બે સ્થળે હળવા ઝાપટા પડવાની સંભાવના. બનાસકાંઠા, પાટણ અને આસપાસના વિસ્તારમાં અમુક સ્થળે છાંટા છુંટીની સંભાવના.

સૌરાષ્ટ્રમાં વરસાદ ના સમાચાર :

સૌરાષ્ટ્રમાં મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા અને બોટાદ જિલ્લામાં સાવ છુટા છવાયા સ્થળોએ હળવા ઝાપટા પડી શકે તો જૂનાગઢ, ગિરસોમનાથ, અમરેલી, ભાવનગર અને પોરબંદર જિલ્લામાં કેટલાક સ્થળોએ હળવા ભારે ઝાપટાની સંભાવના.

કચ્છમાં વરસાદ ના સમાચાર :

કચ્છમાં કાંઠા વિસ્તારમાં એકાદ બે સ્થળે હળવા ઝાપટા પડવાની સંભાવના.

કોમેન્ટ કરો (0)
વધુ નવું વધુ જૂનું