સૌરાષ્ટ્રના હળવદ માર્કટ યાર્ડમાં નવા કપાસની હરાજીમાં રૂ.૬,૫૧૧નો કપાસ નો ભાવ બોલાયો

હળવદ માર્કટ યાર્ડ ખાતે પણ નવા કપાસની આવક શરૂ થતા મંગળવારે હરાજીમાં પ્રારંભમાં જ પ્રતિ મણનો ઊંચામાં રૂપિયા ૬૫૧૧નો ભાવ બોલાયો હતો. પરંપરાગર મુહૂર્તમાં થયેલી હરાજીમાં કાચા કપાસનો ઊંચો ભાવ બોલાતા ખેડૂતોમાં ખુશીની લાગણી પ્રસરી જવા પામી હતી.

the gujarat bajar samachar of new cotton auction price highest rs.6511 agriculture in gujarat Halvad cotton market yard price hike

હળવદ માર્કેટયાર્ડ કપાસ ના ભાવ :

હળવદ માર્કેટ યાર્ડના સૂત્રોએ જણાવ્યું હતું કે, હળવદ યાર્ડમાં મંગળવારે બે ખેડૂતોઆ સિઝનનો નવો કપાસ લઈને વેચાણાર્થે આવ્યા હતા, જેમાં ધાવડી કૃપા પેઢીમાં કૃષ્ણનગર, કોઢના રમેશભાઈ કાચાના કપાસના મુહૂર્તમાં પ્રતિ મણના ભાવ રૂ. ૬૫૧૧ બોલાયા હતા, જ્યારે દેવદૂત ટ્રેડિંગ ખાતે વાંકિયા ગામના ખેડૂત રાજેશભાઇના કપાસના મુર્હુતના ભાવ રૂ. ૬૧૦૦ બોલાયા હતા.


નમામી દેવી નર્મદેના સાનિધ્યમાં હાલ ક્પાસ અને મગફળીનું ઉત્પાદન સારૂ થશે એવા અનુમાન સાથે હળવદ માર્કેટ યાર્ડ દ્વારા વેપારીઓ મોં મીઠા કરાવાયા...

હળવદ માર્કેટયાર્ડમાં કપાસની હરરાજી :

નોંધપાત્ર એ છે કે, હળવદ માર્કટ યાર્ડમાં વેપારીઓ ખેડૂતોને પ્રોત્સાહિત કરવા સતત પ્રયત્નો થતા હોય છે. મુહૂર્તના સોદા અંતર્ગત હરરાજીમાં રીતસરની હરીફાઈ જામી હતી, અને છેલ્લે પંચનાથ ટ્રેડિંગના માલિક માવજીભાઈએ આ બંને ખેડૂતનો કપાસ સૌથી ઊંચી બોલી લગાવી ખરીદી લીધો હતો.

હળવદમાં કપાસ નું ઉત્પાદન :

હળવદ તાલુકામાં વરસાદની ખૂબ ખેંચ છે, પણ નમામી દેવી નર્મદેના સાનિધ્યમાં હાલ કપાસ અને મગફળીનું ઉત્પાદન સારૂ થશે એવા અનુમાન સાથે આજે માર્કેટ યાર્ડ હળવદ દ્વારા વેપારીઓના ઉત્સાહ અંતર્ગત તેઓને અભિનંદન પાઠવી મોં મીઠા કરાવવામાં આવ્યા હતા. દરમિયાન ખેડૂતોને પણ પ્રોત્સાહક ભેટ આપવામાં આવી હતી.

કોમેન્ટ કરો (0)
વધુ નવું વધુ જૂનું