આગામી તા.30 થી પાંચ દિવસ સુધી ગુજરાતમાં વરસાદની હવામાન વિભાગની આગાહી

રાજયમાં વરસાદ ખેંચાતા જળસંકટના એંધાણ વર્તાઈ રહ્યા છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા જન્માષ્ટમીથી રાજયમાં પાંચ દિવસ સુધી વરસાદની આગાહી કરી છે. એક તરફ ભકતો કૃષ્ણ રસમાં તો બીજી તરફ ખેડૂતો વર્ષાના હેતમાં તરબોળ બનશે. 

the gujarat weather forecast from mausam imd Meteorological Department rain in Gujarat for next five days

હવામાન વિભાગની આગાહી :

હવામાન વિભાગ દ્વારા રાજયમાં જન્માષ્ટમીથી પાંચ દિવસ સધી વરસાદની આગાહી કરવામાં આવી છે. વેધરવોચ ગ્રુપની વિડીયો કોન્ફરન્સમાં અધિકારીઓએ અહેવાલ રજૂ કયૉ હતો.

ખેડૂતો વર્ષાના હેતમાં અને ભક્તો કૃષ્ણરસમાં થશે તરબોળ આઠમથી મેઘ કરાવશે ઘેર ઘેર આનંદ ભયો...

ગુજરાતમાં વરસાદ ની આગાહી :

આવતા હવામાન વિભાગના અધિકારીએ જણાવ્યું કે, પાંચ દિવસની હવામાનની આગાહી જોતા રાજ્યમાં હાલ ઓછા વરસાદની સંભાવના છે. જો કે, આવતા અઠવાડિયે દક્ષિણ ગુજરાતમાં સારા વરસાદની સંભાવના છે. જ્યારે રાહત કમિશનરે જણાવ્યું કે, મંગળવારે રાજ્યના ૮ જિલ્લાના ૧૨ તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધારે નવસારી તાલુકામાં ૧૩ એમએમ વરસાદ નોંધાયો છે.

કેટલો નોંધાયો ગુજરાતમાં વરસાદ :

જ્યારે રાજ્યમાં ૨૪ ઓગસ્ટ સુધી કુલ ૩૫૦.૩૩ એમએમ વરસાદ નોંધાયો છે. જે છેલ્લા ૩૦ વર્ષની એવરેજ ૮૪૦ એમસએમની સરખામણીએ ૪૧.૭૧ ટકા છે. પરંતુ હવામાન વિભાગે આગાહી કરી છે કે આવતા સપ્તાહે સારા વરસાદની સંભાવના છે.

ગુજરાતમાં વરસાદથી વાવેતર :

તો કૃષિ વિભાગના અધિકારીએ જણાવ્યું કે, ચાલુ વર્ષે ર૩ ઓગસ્ટ સુધીમાં અંદાજિત ૮૦.૦૬ લાખ હેક્ટર ખરીફ પાકોનું વાવેતર થયું છે. ગયા વર્ષે આ સમયગાળામાં ૮૦.૬૪ લાખ હેક્ટર વાવેતર થયું હતું. છેલ્લા ત્રણ વર્ષના સરેરાશ વાવેતર વિસ્તારની સામે ૯૩.૫૯ ટકા વાવેતર થયું છે.

કોમેન્ટ કરો (0)
વધુ નવું વધુ જૂનું