ગુજરાતમાં મગફળીના ઓછી વેચાણથી અને નાફેડના ઊંચા ભાવ કારણે મગફળીના ભાવ માં ઉછાળો

હાલ મગફળીમાં મજબૂતાઈ જોવા મળી હતી. નાફેડનાં રૂ.૧૪૦૦ જેવા ઊંચા ભાવ અને ખુલ્લા બજારમાં વેચવાલી એકદમ ઓછી છે. બીજી તરફ ઉત્તર પ્રદેશની મૈનપૂરીની અને પશ્ચિમ બંગાળની મગફળી સૌરાષ્ટ્રનાં પીઠાઓમાં ઠલવાય છે, પંરતુ તેની ક્વોલિટી નબળી અને તેલની ટકાવારી પણ ઓછી આવતી હોવાથી તેમાં બાયરો બહુ ખરીદો કરવાનાં મૂડમાં નથી. મિક્સિંગમાં ચાલે એ માટે જ તેની ખરીદી કરી રહ્યા છે. 

agri commodity market of peanut price soared agriculture in Gujarat due to lower sales of groundnut and higher NAFED groundnut price

ક્યારે આવશે મગફળીના ભાવમાં સુધારો :

તો શનિવારથી પીઠાઓ બંધ રહેવાનાં હોવાથી મગફળીની વેચવાલી હવે સપ્ટેમ્બર પહેલા આવે તેવા કોઈ સંજોગો નથી, જેને પગલે સરેરાશ બજારનો ટોન હાલ પૂરતો મજબૂત દેખાય રહ્યો છે. આગામી દિવસોમાં સીંગદાણાની બજારમાં લેવાલી સારી રહેશે તો ભાવમાં સુધારાની ધારણાં છે.

મગફળી ના ભાવ રાજકોટ :

આજે રાજકોટમાં ૧૩૦૦ ગુણીનાં વેપાર હતા. ભાવ ટીજે ૩૭માં રૂ.૧૧૫૦ થી ૧૨૮૦, ૨૪ નં. રોહીણીમાં રૂ.૧૧૨૦થી ૧૨૯૦, ૩૯ નં.માં રૂ.૧૨૦૦થી ૧૨૮૦, જી-૨ર૦માં રૂ.૧૩૦૦થી ૧૪૮૫, ૬૬ નંબરમાં રૂ.૧૦૮૦થી ૧૨૫૦નાં ભાવ હતાં.

ગોંડલ મગફળી ના ભાવ :

આજે ગોંડલમાં ૪ હજાર ગુણીની આવક હતી. ભાવ જી-૨૦માં રૂ.૧૩૦૦થી ૧૪૦૦, ૩૯ નંબરમાં રૂ.૧૧૦૦થી ૧૨૦૦, ઉનાળનાંભાવ રૂ.૧૧૫૦થી ૧૩૦૫નાં હતા. જોકે ઉનાળુની આવક હવે ઓછી રહી છે. માત્ર દેશાવરનાં માલો જ વધારે આવે છે.

નાફેડ મગફળીના ભાવ :

સોમવારે નાફેડે મગફળીની બીડ મંજૂર કરી નહોંતી. જ્યારે રાજસ્થાનની ૨૦૧૯ની મગફળીમાં ર.૬૦૫૧ થી ૬૧૦૦નાં ભાવ હતાં. ગુજરાતમાં ૨૦મી ઓગસ્ટ બાદ કોઈ જ વેપારો થયા નથી. મંગળવારની બીડનાં ડેટા હજી અપડેટ થયા નથી.

કોમેન્ટ કરો (0)
વધુ નવું વધુ જૂનું