ગુજરાત કચ્છમાં ખારેકની ખેતી કરતા ખેડૂતોને કચ્છી મેવો ખારેકના મબલખ ઉતારાના શુભ સંકેત

કચ્છમાં સવા ચાર સદી જેટલો જૂનો ઈતિહાસ ધરાવતી ખારેક દેશ-દુનિયામાં વખણાય છે. છેક સિંગાપોર, યુરોપ સુધીના વિદેશીઓને વહાલી કચ્છની ખારેકનાં વાવેતરમાં વરસોવરસ વધારો થઈ રહ્યો હોવાના કારણે ઉત્પાદન તો ઘણુંસારૂ રહેશે, પરંતુવાવેતરમાં કુશળ કિસાનો વેચાણમાં પણ કાબેલિયત કેળવીને વ્વવસ્થિત માર્કેટિંગ કરે, તો મીઠી મધુરી ખારેક ખરા અર્થમાં કચ્છના કિસાનોનું કલ્પવૃક્ષ બની રહે તેમ છે.

the market news of auspicious sign of lots off extract of Kutchi Dates fruits Israel Kharek agriculture in Gujarat kutch Dates season

{tocify} $title={વિષય સૂચિ}

ખારેકનું કચ્છમાં વાવેતર કેટલું :

કચ્છમાં ૧૮,૮૦૦ હેક્ટર એટલે કે, ૪પ હજાર એકર કરતાં વધુ વિસ્તારમાં ખારેકનું વાવેતર થયું છે. ભારે ક્ષારવાળા પાણીમાં પણ પાકી જતી ખારેકનું ભવિષ્ય કચ્છમાં ખારેકની ખેતી ઉજ્જવળ છે.

દેશી અને બારહી મળીને ૧.૬૦ લાખ મેટ્રિક ટનથી વધુ કચ્છી મેવાનો મબલખ ઉતારો આ વર્ષે થવાનો સંકેત કરછના બાગાયત નિયામક મનદીપ પરસાણિયાએ આપ્યો હતો.

વડીલો અને પૂર્વજોના સવા ચારસો વર્ષ જૂના ખારેકની ખેતીના વારસાને આજેય ટકાવી બેઠેલા ખારેકની જન્મભૂમિ ધ્રબના પીઢ કિસાન હુસેનભાઈ તુર્ક ક્હે છે કે, કોરોના સંકટ ઉપરાંત તોક્તે વાવાઝોડાથી દક્ષિણ ભારતમાં નુક્સાન વચ્ચેય સારા ફાલના સારા ભાવ મળશે.

પ્રયોગશીલ કિસાન તેમજ ભુજના નગરપતિ ઘનશ્યામભાઈ રસિકભાઈ ઠક્કરે કચ્છના કિસાનોને સોનેરી સલાહ આપતાં જણાવ્યું હતું કે, ખારેકના રૂપે રેતીમાં રતન પકવી આપે તેવા દેશીના નર સાચવી રાખજો. આવનારા સમયમાં તેની સારી કિંમત ઊપજશે.

દેશી ખારેકની બજાર શરૂઆતમાં સારી રહી, પરંતુવચ્ચે વરસાદે ખેડૂતોને ડરાવતાં ઉતાવળમાં ઉતારી લીધી. ખારેકમાં તો રંગ બદલે એટલે વાત પૂરી. સુરત, સોમનાથ, જૂનાગઢ, કેશોદ સહિત રાજ્યમાં ખારેક મોક્લતા ઘનશ્યામભાઈ કહે છે કે, હજુ ૧રથી ૧૫ દિવસ દેશીનો દબદબો રહેશે, પછી જૂનના અંતમાં બારહી બજારમાં આવવા માંડશે.

કચ્છની ખારેક એક્સપોર્ટ :

કચ્છથી કાશ્મીર અને કન્યાકુમારી સુધી કચ્છી મેવો પહોંચાડતા આશાપુરા ફાર્મના સૂત્રધાર હરેશભાઈ ઠક્કરે જણાવ્યું હતું કે, ઉત્પાદન તો ઘણું સારૂં થયું, પરંતુવરસાદ થતાં ક્યાંક દેશી ખારેક ફૂટી ગઈ , આવી ખારેક ખરીદીના ત્રીજા દિવસે ખાટી થઈ જાય છે.

ચેન્નાઈ, મદ્રાસ, મુંબઈ , કોલકાતા સહિત એક હજાર કિલોમીટરથી વધુ અંતર સુધી પહોંચાડવી હોય તો ફાટી ગયેલી દેશી ખારેક ખરાબ થઈ જાય છે. બીજી તરફ પાકી ન હોવાથી બારહી ખારેક સલામત છે એટલે બારહીની બજારમાં બોલબાલા રહેશે, તેવો સૂર શ્રી ઠક્કર વ્યક્ત કરે છે.

ગોરસિયા ફાર્મના પ્રતિનિધિ અને યુવાન કિસાન જીતેશ ગોરસિયા કહે છે કે, આ વખતે દેશી ખારેકના ૧૦થી ૬૦-૭૦ અને સારી વક્લના ૧૦૦ રૂપિયા સુધી ભાવ મળશે.

મુંદરા સ્થિત ખારેક સંશોધન કેન્દ્રના પ્રમુખ અને સંશોધન વૈજ્ઞાનિક સી.એમ. મુરલીધરને જણાવ્યું હતું કે, સારી ખારેક તો આપણા રણપ્રદેશમાં પાકે જ છે , પરંતુ કચ્છમાં થતા કુલ ઉત્પાદનના ૫૦ ટકા ખારેક તૂરા સ્વાદવાળી અને ડૂચો વળે તેવી હોય છે. આવી ખારેકનું મૂલ્યવૃદ્ધિ રૂપે પ્રોસેસિંગ કરવું જોઈએ, તેવું સૂચન તેમણે કર્યું હતું.

કચ્છ ક્રોપ સર્વિસીઝના અભ્યાસુ તજજ્ઞ અરવિંદભાઈ પટેલ કહે છે કે, હવે તરત વરસાદ થાય તો દેશી-લાલ ખારેકને વધુ નુકસાન થાય અને મોડો થાય તો બારહીને. બાકી હજુ કમસે કમ એ ક પખવાડિયાથી મહિનો વરસાદ ન વરસે તો બારહી વાવનાર ખેડૂતો ખાટી જશે. તેમને ખારેક જેવી જ મોસમની મીઠી કમાણી થશે.

નરામાં ખારેકની ખેતી કરતા પરિશ્રમની ઘરતીપુત્ર ગોવિંદ નારણ ગોરસિયાએ દેશીનો સારો ઉતારો મળી રહ્યો હોવાનું કહેતાં જણાવ્યું હતું કે, નબળા માલના રપથી ૩૦, મધ્યમ ખારેકના ૩૫થી ૪૦, સારી ખારેકના ૬૦થી ૭૦ અને ઉત્તમ ગુણવત્તાવાળી ખારેકના ૧૦૦થી ૧૫૦ અને ક્યાંક ૨૦૦ રૂપિયા સુધી ભાવ મળશે.

ઈરાકની 'બારહી' ખારેકના કચ્છમાં એક લાખ વૃક્ષ :

મૂળ ઈરાકની પીળા રંગની “બારહી" તરીકે ઓળખાતી મીઠી-મધુરી ખારેક સૌથી વધારે વખણાય છે. કચ્છમાં પાક્તી બારહીની વિદેશોમાં વિશેષ માંગ છે. કચ્છમાં બારહી ખારેકના એક લાખ વૃક્ષ છે, પરંતુ આપણા પ્રદેશમાં મોડી પાક્તી હોવાથી આ પીળી ખારેકની મોસમ પ્રમાણમાં ટૂંકી રહેતી હોય છે.

કચ્છમાં મુંદરા અને અંજાર "ખારેકના ગઢ" ગણાય છે. જો કે પાછળથી ભુજ, માંડવી, ભચાઉ, કુકમા, રેલડી સહિત વિવિધ ભાગોમાં વાવેતર થવા માંડયું છે.

આપણ રણપ્રદેશની અનુકૂળ આબોહવામાં પાકતી ખારેકના ઉત્પાદનની સાથોસાથ તેની ગુણવત્તામાં સુધારો કરવા માટેજૂના, અનુભવી, પ્રયોગશીલ ક્સાનોની સલાહ સોના જેવી કિંમતી પુરવાર થઈ શકે તેમ છે.

કોમેન્ટ કરો (0)
વધુ નવું વધુ જૂનું