ગુજરાતમાં કપાસનું વાવેતર ૧૦ ટકા વધવાનો અંદાજ: કપાસનાં ભાવમાં સુધારો

દેશના લગભગ દરેક રાજ્યોમાં કપાસનું વાવેતર શરૂ થઇને અડધે સુધી પહોંચી ગયું છે. ઉત્તર ભારતમાં પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં કપાસનું વાવેતર પુરૂ થવામાં છે જ્યારે અન્ય રાજ્યોમાં પૂરજોશમાં ચાલી રહ્યું છે. 

ગુજરાતમાં કપાસનું વાવેતર ૧૦ ટકા વધવાનું પ્રાથમિક અનુમાન ખેડૂત અગ્રણીઓ અને વેપારીઓ મૂકી રહ્યા છે. મહારાષ્ટ્રમાં સોયાબીનનું વાવેતર વધશે જ્યારે કપાસનું વાવેતર જળવાઇ રહેવાની ધારણા છે. 

the gujarat bajar samachar of cotton cultivation in Gujarat is increase by 10 percent agriculture in Gujarat cotton apmc market yard price hike

તે જ રીતે મધ્યપ્રદેશમાં પણ સોયાબીન અને તુવેરનું વાવેતર વધશે આ ઉપરાંત મધ્યપ્રદેશમાં તલનું વાવેતર પણ વધશે જેને કારણે કપાસનું વાવેતર જળવાઇ રહેશે અથવા તો થોડું ઘટશે. આજે દેશભરમાં રૂની આવક ૩૮૦૦ ગાંસડીની રહી હતી.

સૌરાષ્ટ્રમાં કપાસના ભાવ :

આજે સૌરાષ્ટ્રમાં કપાસનો ભાવ જીનપહોંચ રૂ।.૧૫૩૫ થી ૧૫૪૦ બોલાતો હતો. કપાસના અગ્રણી બ્રોકરના જણાવ્યા પ્રમાણે હવે બહુ કપાસ બચ્યા નથી. ગામડે બેઠા છુટાછવાયા રૂ।.૧૪૮૦ થી ૧૫૧૫ના ભાવે કપાસના વેપાર થઇ રહ્યા છે. 

સૌરાષ્ટ્રમાં મેઇન લાઇનથી આવતો ફરધર કપાસ હવે પૂરો થયો હોઈ આવતો નથી. મહારાષ્ટ્રના છુટાછવાયા કપાસ હજુ સૌરાષ્ટ્રમાં આવી રહ્યા છે તેના ભાવ મણના આજે રૂ।.૧૪૫૦ થી ૧૫૦૦ બોલાતા હતા.

આ વર્ષે કપાસનું વાવેતર કેટલું:

તેલંગાનામાં તા.૨૩મી જૂન સુધીમાં કપાસનું વાવેતર ૧૮,૦૧,૪૮૨ એકરમાં થયું હોવાનો રિપોર્ટ ત્યાંના એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટે આપ્યો હતો જે ગત્ત વર્ષે આ સમયે ૨૩,૫૨,૬૯૧ એકરમાં થયું હતું. છેલ્લા પાંચ વર્ષની આ સમયગાળાની એવરેજ ૧૨,૬૭,૮૨૩ એકરની છે. ગત્ત વર્ષે કુલ વાવેતર ૪૭,૬૦,૪૯૬ એકરમાં થયું હતું. તેલંગાનામાં કપાસનું વાવેતર ગત્ત વર્ષથી ધીમું છે.

ભારતીય રૂની એક્સપોર્ટ મે સુધીમાં ૮૭ લાખ ગાંસડી થઇ ચૂકી હોવાનો રિપોર્ટ જાહેર થયો હતો. આ રિપોર્ટ અનુસાર ભારતે મે મહિનામાં ૮.૮૫ લાખ ગાંસડી રૂની એક્સપોર્ટ કરી હતી. ચાલુ સીઝનમાં મે મહિના સુધીમાં કુલ ૧૯,૦૦૦ કરોડ ડોલરની કિંમતની ૮૭ લાખ ગાંસડી રૂની નિકાસ થઈ છે.

કોમેન્ટ કરો (0)
વધુ નવું વધુ જૂનું