
દેશમાં રૂની આવક મંગળવારે ૨.૩૩ લાખ ગાંસડીની રહી હતી. નોર્થમાં કપાસની આવક સતત ઘટી રહી છે કારણ કે જીનસોની સુસ્ત લેવાલીથી કપાસના ભાવ એકધારા ઘટી રહ્યા છે.
મંગળવારે પણ નોર્થમાં કપાસના ભાવ મણે રૂ।.૧૦ થી ૧૫ ઘટયા હતા. ગુજરાત-મહારાષ્ટ્રમાં કપાસના ભાવ ઘટતાં હોઈ આવક સતત ઘટી રહી છે પણ સાઉથમાં હાલ જીનર્સોને સારા ભાવ મળી રહ્યા હોઇ ભાવ આવક સતત વધી રહી છે.
સૌરાષ્ટ્રના માર્કેટયાર્ડઓમાં નવા કપાસની આવક ૧.૬૧ લાખ મણની હતી અને ભાવ નીચામાં રૂ.૧૦૨૫ થી ૧૦૫૦ અતે ઊંચામાં રૂ.૧૧૩૦ થી ૧૧૪૦ હતો જ્યારે જૂના કપાસની આવક ૪૫૦૦ મણની હતી અને તેના ભાવ નીચામાં રૂ।.૮૫૦ થી ૯૦૦ અને ઊંચામાં રૂ.૧૦૫૦ થી ૧૦૭૦ હતા.
સૌરાષ્ટ્રના યાર્ડોમાં નવા કપાસના ભાવ માં મણે રૂ।.૧૦ થી ૧૫ અને જૂના કપાસમાં મણે રૂ।.૧૫ થી ર૦ ઘટયા હતા. સૌરાષ્ટ્રમાં જીનપહોંચ કપાસના ભાવ સતત ઘટી રહ્યા છે કારણ કે કપાસની કવોલીટી સતત બગડી રહી છે.
જીનર્સોના કહેવા પ્રમાણે હાલ કાળી કોડી, પીળી ટચ અને લેન્થ વેરિએશન મોટા પ્રમાણમાં જોવા મળતું હોઇ જીનર્સોને કપાસ ખરીદવામાં એકદમ રસ ઓછો છે તેમજ ખેડૂતોને પણ હાલ ખરાબ અને બગડેલો કપાસ વેચી જ નાખવો હોઇ કપાસના ભાવ નિરંતર ઘટી રહ્યા છે.
મંગળવાર જીનપહોંચ બેસ્ટ કપાસના રૂ.૧૧૪૫ થી ૧૧૫૦, મિડિયમ કપાસના રૂ.૫ ઘટીને રૂ.૧૧૧૦ થી ૧૧૧૫ અને એવરેજ કપાસના રૂ।.૧૦ ઘટીને રૂ।.૧૦૯૦ થી ૧૧૦૦ બોલાતા હતા.
જૂના કપાસના રૂ.૧૫ ઘટીને રૂ.૧૦૧૫ થી ૧૦૫૫ બોલાતા હતા જ્યારે મહારાષ્ટ્રના કપાસના રૂ।.૧૦૮૦ થી ૧૧૦૦ અને મેઇન લાઇનના કપાસના રૂ।.૧૦૩૫ થી ૧૦૭૦ સુધી ભાવ બોલાતા હતા.
કડીમાં આજે મહારાષ્ટ્રના કપાસની આવક ૩૮૦ થી ૪૦૦ ગાડી રહી હતી. કડીમાં મહારાષ્ટ્રના કપાસના રૂ।.૧૦૫૦-૧૧૦૦, મેઈન લાઇનના કપાસના રૂ.૧૦૮૦-૧૧૧૦, કાઠિયાવાડના કપાસના રૂ।.૧૦૭૦-૧૦૮૫, આંધ્રના કપાસના રૂ।.૧૦૮૦-૧૧૦૦ અને કર્ણાટકના કપાસના રૂ।.૧૦૯૦ થી ૧૧૧૦ના ભાવ હતા.