
લાલ સૂકું મરચું અત્યારે મસાલા માર્કેટમાં હોટ છે. લાલ મરચાંના વેચાણ માટે સૌરાષ્ટ્રનું ગોંડલ યાર્ડ પ્રમુખ સ્થાને છે. મરચાંનો પાક લેઈટ હોવાથી ગત વર્ષની તુલનાએ આ વર્ષે પુરા ૧૨ દિવસ મરચાંની હરરાજી મોડી શરૂ કરવામાં આવી છે.
ગોંડલ યાર્ડ સૂત્રોના જણાવ્યામુજબ તા.૧, ડિસેમ્બરના દિવસે ૪૩૯ ભારી સૂકા મરચાંની આવક સાથે હરરાજીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ત્રાકુડાના ખેડૂતની ૩ભારી રૂ.૪૧૦૦ના ભાવથી પ્રારંભ થયો હતો.
ગોંડલ યાડના ચેરમેન ગોપાલભાઇ શીંગાળા અને વાઇસ ચેરમેન કનકસિંહ જાડેજાએ ખેડૂતોને મરચાં બરોબર સૂકવીને લાવવાની અપિલ કરવામાં આવી હતી
આજે મરચાના ભાવ પ્રતિ ૨૦ કિલો નીચામાં રૂ.૧૧૦૧ અતે ઉંચામાં રૂ.૪૧૦૦ના ભાવ થયા હતા. ખાસ કરીને ગોંડલ યાર્ડમાં ૭૦૨, ૭૩૫, રેવા, સાનિયા, તેજસ જેવી મરચાંની જાતો આવકમાં હતી.
ગોંડલ યાર્ડના ચેરમેન ગોપાલભાઇ શીંગાળા અને વાઇસ ચેરમેન કનકસિંહ જાડેજાએ ખેડૂતોને મરચાં બરોબર સૂકવીને લાવવાની અપિલ કરવામાં આવી હતી.
આ વખતની રવિવારે મરચાં ઉત્પાદનના બેલ્ટ એવા ગોંડલ, જામકંડોરણા અને કાલાવડ, આમ ત્રણ ગામડાઓ દ્વારા જાણકારી પ્રાપ્ત થઈ હતી. હડમતાળા ગામના એક ખેતર પર ત્રીશા-પપ નામની મરચીંનું નિદર્શન દ્વારા જાણવા મળ્યું છે.