
મગફળીની બજારમાં મજબૂતાઈ છે. પિલાવાળાની માંગ સારી હોવાથી બજારને ટેકો મળી રહ્યો છે, બાકી સીંગદાણાની બજારમાં નરમ ટોન છે અને કોઈને લેવું નથી. નાણાભીડ પુષ્કળ છે, જૂના પૈસા આવતા નથી. પરિણામે નવું કોઈને લેવું નથી.
સીંગતેલની પાછળ પિલાણ મગફળી ચાલી રહી છે, પરિણામે તેમાં બજારો સારા છે. હળવદમાં રૂ.૧૫થી ૨૦ મણે પિલાણ ક્વોલિટીમાં વધ્યાં હતાં, જોકે ગોંડલ-રાજકોટમાં બજારો ટકેલા રહ્યાં હતાં.
હળવદમાં ૩ હજાર ગુણીની આવક હતી અને નબળા માલમાં રૂ.૮૫૦થી ૯૦૦ અને સારા માલમાં રૂ.૬૨રપથી ૯૫૦નાં ભાવ હતાં.
ગોંડલમાં ૯૦ હજારથી એક લાખ ગુણીની વચ્ચે નવી મગફળીની આવક થઈ
ગોંડલમાં ૯૦થી ૯૫ હજાર ગુણીની આવક હતી અને ૨૮ હજાર ગુણીનાં વેપાર થયા હતા. મગફળીનાં ભાવ જી-૨૦માં રૂ.૯૦૦થી ૧૧૨૧, રોહીણીમાં રૂ.૮૫૦થી ૧૦૨૫, ૬૬ નંબરમાં રૂ.૮૦૦થી ૧૧ર૨રપનાં ભાવ હતાં.
જી-૩૭માં રૂ.૮૫૦થી ૯પર સુધીનાં ભાવ હતાં. રાજકોટમાં ૧૩ હજાર ગુણીનાં વેપાર હતા અને હજી ૬૦ હજાર ગુણી પેન્ડિંગ પડી છે. ભાવ ટીજે ૩૭માં રૂ.૮૮૦થી ૯૭૦, ર૪ નં રોહીણીમાં રૂ.૯૦૦થી ૧૦૧૦, ૩૯ નંબર બોલ્ડમાં રૂ.૮પથી ૯૫૦, જી-૨૦માં રૂ.૬૭૦થી ૧૧૩, ૬૬ નંબરમાં રૂ.૮૫૦થી ૧૦૦૦, ૯૯ નં.માં રૂ.૬૯૪૦થી ૯૭૦નાં ભાવ હતાં.
મહુવામાં ૧૧ હજાર ગુણીની આવક હતી અને ભાવ મગડીમાં રૂ.૬૧૫થી ૧૦૯૦, જી-પમાં રૂ.૬૫થી ૧૧૦૨ અને જી-૨૦માં રૂ-.૯૦૧થી ૧૦૯૮નાં ભાવ હતાં.
હિમતનગરમાં ૩ હજાર ગુણીની આવક હતી અને ભાવ રૂ.૧૦૧૧થી ૧૩૨૪નાં હતાં. ઉત્તર ગુજરાતનાં આ સિવાયનાં મગફળીનાં મોટા ભાગનાં પીઠાઓ આજે પુનમ-દેવ-દિવાળીને કારણે બંધ રહ્યાં હતાં.
આવતીકાલે આ તમામ સેન્ટરમાં આવકો કેવી રહે છે તેનાં ઉપર બજારની નજર રહેલી છે. જોકે બહુ આવકો વધે તેવા સંજોગો ઓછા છે.