
બાજરીમાં લેવાલીનાં ટેકે મણે રૂ.૫પ થી ૧૦નો શનિવારે સુધારો જોવા મળ્યો હતો. ઠંડી હવે વધી રહી હોવાથી બાજરીમાં ખાનાર વર્ગની ઘરાકી વધે તેવી પણ સંભાવનાં છે.
આગામી દિવસોમાં બાજરીમાં વેચવાલી વધે તેવા સંજોગો નથી, પરિણામે ભાવ હજી રૂ.૧૦ સુધરી જાય તેવી ધારણાં છે. શનિવારે રાજકોટમાં બાજરીની ૧૦૦ કટ્ટાની આવક હતી અને ભાવ ૨૦ કિલોનાં રૂ.૨૪૦ થી ૩૧૫નાં હતાં.
ડીસામાં ૩૦૦ થી ૪૦૦ ગુણીની આવક હતી અને ભાવ રૂ.૨૭૦ થી ૩૧૫નાં બોલાયાં હતા. બાજરીમાં નિકાસ વેપારો થોડા થઈ રહ્યાં છે, જેનો પણ બજારને ટેકો મળી રહ્યો છે.