
ગુજરાત પુરવઠા નિગમ દ્વારા કુલ ૫૧૧૪૭૨.૧૬ ટન મગફળીની કુલ ૨૯ હજાર ઉપર ખેડૂતો પાસેથી કરવામાં આવી છે. ગુજરાતમાંથી સૌથી વધુ મગફળીની ખરીદી કાલાવાડ સેન્ટરમાંથી ર૦૦૪ ટનની કરવામાં આવી છે. જ્યારે લાલપુરમાંથી ૧૩૫૧ ટનની ખરીદી કરવામાં આવી છે.
મગફળીનાં ભાવ છેલ્લા દશેક દિવસ દરમિયાન સરેરાશ ઊંચી સપાટીથી નીચા આવ્યાં હોવાથી ખેડૂતોએ ખુલ્લા બજારને બદલે સરકારને વેચાણ કરવાનું પસંદ કયું છે. આ વર્ષે સૌરાષ્ટ્રની તુલનાએ ઉત્તર ગુજરાતમા ભાવ ઊંચા હોવાથી ત્યાંથી મગફળીની ખરીદી બહુ જ ઓછી કરવામાં આવી છે.
ગુજરાત ઉપરાંત નાફેડે હરિયાણામાંથી પણ મગફળીની ટેકાનાં ભાવથી ખરીદી શરૂ કરી
નાફેડ દ્વારા ગુજરાત ઉપરાંત હરિયાણામાંથી મગફળીની ખરીદી શરૂ કરવામાં આવી છે અને ત્યાંથી કુલ ૬૯૧ ટનની ખરીદી કરવામાં આવી છે. હરિયાણામાંથી હજી માત્ર ફતેહબાદ, હિસ્સાર અને સિરસા જિલ્લામાંથી ખરીદી શરૂ કરવામાં આવી છે.
નાફેડ દ્વારા હજી રાજસ્થાનમાંથી મગફળીની ટેકાનાં ભાવથી ખરીદી શરૂ કરવામાં આવી નથી. દિવાળી બાદ નાફેડ શરૂ કરે તેવી સંભાવના છે. મગફળીની ખરીદી વધશે તો ખુલ્લા બજારને પણ ટેકો મળે તેવી ધારણાં છે.