
કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા(સીસીઆઈ)એ દેશભરમાંથી રૂની ટેકાનાં ભાવથી કુલ ૧૪.રર લાખ ગાંસડીની ખરીદી કરી છે. સીસીઆઈ દ્વારા દિવાળી બાદ ખરીદી વધારવામાં આવે તેવી સંભાવનાં જાણકારો વ્યક્ત કરી રહ્યાં છે.
સીસીઆઈનાં આંકડાઓ પ્રમાણે ૧૨મી નવેમ્બર સુધીમાં દેશમાંથી પંજાબ, હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ, તેલંગણા, આંધ્ર પ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં કપાસ-રૂની ટેકાનાં ભાવથી ખરીદી ચાલુ છે અને કુલ ૧૪,૨૨,૫૮૩ ગાંસડીની ખરીદી કરી છે. આ ખરીદી કુલ ૨.૭૭ લાખ ખેડૂતો પાસેથી ખરીદી કરવામાં આવી છે.
ગુજરાતમાં રૂની ખરીદો હજી ઉત્તર-મધ્ય ગુજરાતનાં કેટલાક સેન્ટરમાં શરૂ થઈ છે, પંરતુ દિવાળી બાદ સૌરાષ્ટ્રમાંથી પણ શરૂ થાય તેવી ધારણાં છે.