મગફળીમાં ઊંચી સપાટીથી ઘટાડોઃ સરેરાશ મણે રૂ.10 થી 15 તૂટ્યા

Peanuts market fall from a high surface Agriculture in Gujarat on an average, Rs10 to Rs15 per 20kg was broken in groundnut market price

મગફળીમાં ઊંચી સપાટીથી ઘટાડો જોવા મળ્યો હતો. દિવાળી બાદ સળંગ રૂ.૩૦થી ૪૦નો વધારો થયા બાદ આજે મણે રૂ.૧૦થી ૧૫નો ઘટાડો હતો. જોકે અમુક સેન્ટર અને અમુક જાતોમાં ભાવ સ્થિર હતા, પરંતુ સરેરાશ ટોન નરમ હતો. આગામી દિવસોમાં ભાવ હજી પણ રૂ.૧૦ ઘટે તેવી સંભાવનાં છે.

મગફળીનાં વેપારીઓ કહે છે કે સરેરાશ મગફળીની બજારમાં ટૂંકાગાળા માટે ભાવ નરમ રહેશે. સીંગદાણા તુટી રહ્યાં છે અને તેલમાં પણ તેજીને બ્રેક લાગી છે. બીજી તરફ મગફળીમાં હાલ સ્ટોકિસ્ટોની ખરીદી ઓછી છે. આવી સ્થિતિમાં આગળ ઉપર ભાવ ઘટે તેવી સંભાવનાં છે. જોકે ટેકાનાં ભાવથી ખરીદી ચાલુ હોવાથી ઘટાડો મર્યાદીત જ આવશે.

ગોંડલમાં ર૬ હજાર ગુણીનાં વેપાર થયા હતા. મગફળીનાં બજાર ભાવ જી-૨૦માં રૂ.૬૦૦થી ૧૧૨૧, રોહીણીમાં રૂ.૮૫૦થી ૧૦૫૦, ૩૭ નંબરમાં રૂ.૮૫૦થી ૯૫૦ અને ૬૬ નંબરમાં રૂ.૮૦૦થી ૧૧૦૦નાં ભાવ હતાં. રાજકોટમાં ૧૨ હજાર ગુણીનાં વેપાર થયા હતાં. 

સીંગદાણામાં નરમાઈ અને નાણાભીડની અસરે બજારો વધુ ઘટે તેવી સંભાવના

નવા મગફળીના ભાવ ટીજે-૩૭માં રૂ.૬૯૦૦થી ૯૯૦, ર૨૪ નં.રોહીણીમાં રૂ.૮૦૦થી ૧૦૫૦, ૩૯ નંબરમાં રૂ.૮૫૦થી ૧૦૦૦, જી-ર૦માં રૂ.૬૯૯૦થી ૧૧૧૫, ૬૬ નંબરમાં રૂ.૮૫૦થી ૧૦૮૦ અને ૯૯ નંબરમાં રૂ.૬૯૩૦થી ૯૬૦નાં હતાં.

મહુવામાં ૧૭૦૦૦ ગુણીની આવક હતી અને ભાવ મગડીમાં રૂ.૧૦૨૦થી ૧૨૬૪૬૭, જી-પમાં રૂ.૧૦૩૦થી ૧૧૮૭ અને જી-૨૦માં રૂ.૬૪૫ થી ૧૦૭૧નાં ભાવ હતાં. 

હિંમતનગરમાં ૮ હજાર ગુણીની આવક હતી અને ભાવ રૂ.૧૦૦૦થી ૧૧૩રનાં હતાં. ડીસામાં ર૪ હજાર ગુણીની આવક હતી અને ભાવ રૂ.૬૫૦થી ૧૨રર૯નાં ભાવ હતાં. 

પાથાવાડામાં રપથી ૩૦ હજાર ગુણીની આવક હતી. ઈડરમાં ૮ હજાર ગુણી હતી. પાલનપુરમાં રર હજાર ગુણીની આવક હતી. ધાનેરામાં ૪ હજાર ગુણી હતી.

કોમેન્ટ કરો (0)
વધુ નવું વધુ જૂનું