
સૌરાષ્ટ્ર-ગુજરાતના માર્કેટીંગ યાર્ડોમાં કપાસ આવકનો પીંક સમય હોવા છતાં આવકોમાં વેગ આવતો નથી. વિક્રમ સંવંતના નવા વર્ષની ખુલતી કોટન બજારમાં સતત સુધારો જોઇ શકાય છે.
રાજકોટ, અમરેલી, અને જેતપુર યાર્ડમાં કપાસની બજાર પ્રતિ ૨૦ કિલો રૂ.૧૨૦૦ને ટચ થઇ ચૂકી છે. ગોંડલ પીઠામાં કપાસ રૂ.૧૧૯૧ની સપાટીએ પહોંચ્યો છે.
કપાસની બજાર જે રીતે આગળ વધી રહી છે, ત્યારે મજબૂત ખેડૂતોની સારા કપાસ પર પક્કડ વધી રહી છે. સામાન્ય રીતે જાન્યુઆરી-ફેબ્રુઆરી સુધી ખેતરોમાં ઉભો રહેતો કપાસ હાલ છેલ્લા તબક્કામાં છે.
મોટાભાગે કપાસના ખેતરોમાં ગુલાબી ઇયળના બેસણા થઇ ચૂક્યાના ખેડૂતો તરફથી વાવડ મળી રહ્યાં છે
મોટાભાગે કપાસના ખેતરોમાં ગુલાબી ઇયળના બેસણા થઈ ચૂક્યાના ખેડૂતો તરફથી વાવડ મળી રહ્યાં છે. સોંઘા-માંઘા મજૂરો મળે એટલે ખેડૂત ઝડપથી કપાસની વીંણ આટોપીને શિયાળું વાવેતરની વેતરણમાં છે.
સારા ચોમાસાના દરેક ખેડૂત પાસે પાણીના સ્ત્રોત હાથવગા હોવાથી શિયાળું સિઝન વાવેતર કરી લેવાના મુડમાં છે. ગત વર્ષનો ખેડૂતો પાસે તાજો અનુભવ છે કે કપાસની છેલ્લી વીંણ એક તરફ મોંઘી પડી હતી.
કપાસ બજાર ભાવ તૂટીને રૂ.૬૫૦ થી રૂ.૭૫૦ની રેઇન્જમાં મળ્યો હતો. તેથી આ વખતે ખેડૂત ખેતરોમાંથી કપાસ ટાંણાસમો કાઢી નાખવા માટે અધિરો બન્યો છે.