ઉત્તર ગુજરાતમાં મગફળીની વેચવાલી ઘટી, હવે સૌરાષ્ટ્ર પર બજારનો દારોમદાર

Peanut market sales in North Gujarat have come down Agriculture in Gujarat now the groundnut market is dominating Saurashtra

મગફળીની બજારમાં દિવાળી બાદ તેજીની ચાલ યથાવત છે અને દિવાળી બાદ ભાવમાં મણે રૂ.૩૦નો વધારો થયો છે. મગફળીનાં ભાવ આગામી દિવસોમાં હજી વધે તેવી સંભાવનાં વેપારીઓ વ્યક્ત કરી રહ્યાં છે.

મગફળીની આવકો હવે તમામ સેન્ટરમાં ઘટી રહી છે, પરંતુ ઉત્તર ગુજરાતમાં મોટો ઘટાડો થયો છે. વેપારીઓનાં કહેવા પ્રમાણે ઉત્તર ગુજરાતમાં ૬૦ ટકાથી લઈને ૭૫ ટકા સુધીનો માલ બજારમાં ઠલવાય ગયો છે, જેને પગલે હવે બજારનો આધાર સૌરાષ્ટ્રમાં મગફળીની આવકનું પ્રેશર કેવું રહે છે તેનાં ઉપર છે.

ઉત્તર ગુજરાતમાં ડીસા સિવાય મોટા ભાગનાં પીટાઓમાં આવકો હવે ૧૦ હજાર ગુણીની અંદર આવી ગઈ છે અને અમુક તો બે-ચાર હજાર ગુણી માંડ આવે છે. સૌરાષ્ટ્રમાં પણ ગોંડલ-રાજકોટમાં આવકો ૫૦ ટકા ઘટી ગઈ છે.

વેપારીઓનાં મતે ઉત્તર ગુજરાતમાં ૬૦ ટકા માલ આવી ગયો હોવાનો અંદાજ

ગોંડલમાં ૨૭ હજાર ગુણીનાં વેપાર થયા હતા. ભાવ જી-ર૦માં રૂ.૬૭૫થી ૧૧૦૦, ર૨૪ નંબરમાં રૂ.૬૦૦થી રૂ.૧૦૨૧, રોહીણીમાં રૂ.૮૫૦થી ૧૦૨૫, ૩૭ નંબરમાં રૂ.૬૫૦થી ૯૫૦ અને ૬૬ નંબરમાં રૂ.૮૦૦થી ૧૧૦૦નાં ભાવ હતાં. 

રાજકોટમાં ૧૮ હજાર ગુણીનાં વેપાર થયા હતાં. ભાવ ટીજે-૩૭માં રૂ.૮૫૦થી ૯૬૦, ૨૪ નં.રોહીણીમાં રૂ.૮૫૦થી ૧૦૦૦, ૩૯ નંબરમાં રૂ.૮૫૦થી ૯૫૦, જી-૨૦માં રૂ.૬૮૦થી ૧૦૯૦, ૬૬ નંબરમાં રૂ.૮૫૦થી ૧૦૩૦ અને ૯૯ નંબરમાં રૂ.૬૪૦થી ૯૭૦નાં હતાં.

મહુવામાં ૮૫૦૦ ગુણીની આવક હતી અને ભાવ મગડીમાં રૂ.૧૦૫૦થી ૧૨૭૦, જી-પમાં રૂ.૧૦૭૦થી ૧૨૫૦ અને જી-૨૦માં રૂ.૬૬૦ થી ૧૧૦૦નાં ભાવ હતાં.

હિંમતનગરમાં અઢીથી ત્રણ હજાર ગુણીની આવક હતી અને ભાવ રૂ.૧૦૦૦થી ૧૩૩૮નાં હતાં. ડીસામાં ૧૮ હજાર ગુણીની આવક હતી અને ભાવ રૂ.૯૩૦થી ૧૨૩૧નાં ભાવ હતાં. 

પાથાવાડામાં ૧૫ હજાર ગુણીની આવક હતી. ઈડરમાં ર હજાર ગુણી હતી. પાલનપુરમાં ૧૨ હજાર ગુણીની આવક હતી. ધાનેરામાં ૩ હજાર ગુણી હતી.

કોમેન્ટ કરો (0)
વધુ નવું વધુ જૂનું