
મગફળીમાં સરેરાશ નરમાઈ માહોલ જોવા મળી રહ્યો છે. અમુક જાતોમાં બજારો રૂ.૧૦થી ૨૦ ઘટ્યાં હતાં, પરંતુ શનિવારે મોટા ભાગનાં યાર્ડો બંધ હોવાથી આવકને અસર પહોંચી હતી. મગફળીની આવકો હાલ ઓછી છે, પંરતુ સોમવારથી તમામ યાર્ડ રેગ્યુલર ખુલવાને પગલે આવકો ફરી વધી જશે અને ભાવ થોડા નીચા આવી શકે છે.
વેપારીઓ કહે છેકે મગફળીમાં બજારો બહુ ઘટે તેવી ધારણાં ઓછી છે. ખેડૂતોએ સુરક્ષિત સાઈડ સરકારમાં નોંધણી કરાવી જ રાખી છે, જેને પગલે જો બજારમાં ભાવ ઘટશે તો ખેડૂતો બજારને બદલે સરકારને વેચાણ કરે તેવી ધારણાં છે.
રાજકોટમાં મગફળીનાં ૧૧ હજાર ગુણીનાં વેપાર હતાં. ભાવ ટીજે ૩૭માં રૂ.૨૦ ઘટીને રૂ.૮૪૦થી ૯૨૦, ૨૪ નં. રોહીણી-મઠ્ઠડીમાં રૂ.૬૦૦થી ૧૦૪૦, ૩૯ નંબર બોલ્ડમા રૂ.૮૫૦થી ૧૦૦૦, જી-૨૦માં રૂ.૯૪૦થી ૧૦૬૦ અને ૬૬ નંબરમાં રૂ.૮૫૦થી ૧૧૦૦નાં ભાવ હતાં.
મહુવામાં ૧૨ હજાર ગુણીનાં વેપાર થયા હતાં. મગડીમાં રૂ.૬૫૧થી ૧૧૪૪, જી-પમાં રૂ.૬૩પથી ૧૧૬૫, જી-ર૦માં રૂ.૮૭૫થી ૧૦૬૭નાં ભાવ હતાં.