
ગુજરાતમાં આજે નવા કપાસની આવક ઘટીને ૩૫ હજાર મણ રહી હતી અમરેલી-બોટાદ પંથકમાં વરસાદ પડતાં આજે નવી આવક ઘટી હતી.
આજે નવા કપાસની આવક રાજકોટમાં ૨૫૦૦ મણ ( રૂ.૬૫૦ થી ૯૨૦), બોટાદમાં ૧૨૦૦૦ મણ ( રૂ.૭૫૦-૧૦૦૦), હળવદમાં ૬૦૦૦ મણ (રૂ।.૭૨૫-૯૭૦), અમરેલીમાં ૫૦૦૦ મણ (રૂ.૬૦૦-૯૨૦), સાવરકુંડલામાં ૫૦૦૦ મણ (રૂ.૬૫૦-૯૦૦), જસદણમાં ૩૦૦૦ મણ (રૂ।.૬૦૦-૯૦૦), જામજોધપુરમાં ૨૦૦ મણ (રૂ।.૫૦૦-૮૨ર૫)ની અને રાજુલામાં ૬૦૦ મણ (રૂ।.૭૦૦-૯૫૦) આવક હતી.
આમ, નવા કપાસની આવક આજે ૩૪ થી ૩૫ હજાર મણની હતી જે ગઇકાલે ૪૪ થી ૪પ હજાર મણની જ હતી.
જ્યારે જુના કપાસની આવક આજે રાજકોટમાં ૬૫૦૦ મણ (રૂ.૬૫૦-૯૯૨)), બોટાદમાં ૧૫૦૦ મણ (૭૫૦-૧૦૦૦), અમરેલીમાં ૪૦૦૦ મણ (રૂ.૮૫૦-૧૦૧૫), સાવરકુંડલામાં ૧૦૦૦ મણ (ટરૂા.૮૫૦-૧૦૧૦), જસદણમાં ૩૦૦૦ મણ (રૂ।.૮૨૦-૯૮૦), જામજોધપુરમાં ૩૦૦૦ મણ (રૂ।.૮૨૦-૯૮૦), ગોડલમાં ૧૫૦૦ મણ (રૂ।.૬૫૦-૧૦૨૫) અને બાબરામાં ૨૫૦૦ મણ (રૂ।.૫૭૦-૯૯૦), તળાજામાં ૯૦૦ મણ (રૂ।.૬૦૦-૦૦) અને રાજુલામાં ૧૧૦૦ મણ (રૂ।.૭૦૦-૧૦૪૦)ના હતા.
(કૌસમાં કપાસના ભાવ બતાવેલા છે) આમ, જુના કપાસની આવક આજે ૩૦ થી ૩૧ હજાર મણની હતી જે ગઇકાલે ૨૯ થી ૩૦ હજાર મણની હતી.