સૌરાષ્ટ્રની તુલનાએ ઉત્તર ગુજરાતની મગફળીની કવોલિટી સારી હોવાથી ઊંચા ભાવ

Agriculture of Gujarat higher Peanut crop price due to good quality of groundnut crop in North Gujarat as compared to Saurashtra

મગફળીની આવકો સતત ત્રીજા દિવસે સારી માત્રામાં થઈ હતી, પરંતુ હજી સુકો માલ ખાસ આવતો ન હોવાથી સૌરાષ્ટ્રની મગફળીમાં હજી ઘરાકી ખાસ નથી. 

બીજી તરફ ઉત્તર ગુજરાતમાં પીઠાઓમાં આવકો વધી રહી છે અને ક્વોલિટી સારી હોવાથી ત્યાં ભાવ ઊંચા છે, અને વેપારો પણ સારા થઈ રહ્યાં છે. 

ઉત્તર ગુજરાતનાં વેપારીઓ કહે છે આ વિસ્તારમાં ભારે વરસાદથી મગફળીનાં પાકને ખાસ નુક્સાન થયું નથી અને દાણાની રિકવરીથી માંડીને ભેજ પણ ઓછો આવે છે, જેને પગલે આ વિસ્તારમાં રૂ.૧૧૦૦ ઉપરના ભાવ સારી ક્વોલિટીમાં બોલાય છે, જ્યારે સૌરાષ્ટ્રમાં ભાગ્યે જ કોઈ સેન્ટરમાં રૂ.૧૧૦૦ ઉપરનાં ભાવ બોલાય છે.

સૌરાષ્ટ્રમાં આજે પણ ૮૦થી ૯૦ હજાર ગુણી આસપાસની આવકો હતી. ગાંડલ યાર્ડમાં મોટો સ્ટોક થઈ ગયો હોવાથી નવી આવકો બંધ કરી છે. 

શુક્રવારે ગાંધી જયંતિને કારણે તમામ યાર્ડો બંધ રહેવાનાં છે, જેને પગલે હવે નવી આવકો શનિવારે ચાલુ કરવામાં આવશે. વળી રવિવારે રજા હોવાથી માલ સરભર થઈ જશે. ડીસા યાર્ડ પુનમ, ગાંધીજયંતિ એમ બે દિવસ ગુરૂ-શુક્રવાર બંધ રહેવાનું છે. 

ઉત્તર ગુજરાતની મગફળીમાં દાણાની રિકવરી પણ સારી હોવાથી રૂ.૧૧૦૦ આસપાસનાં ભાવ

હળવદમાં ૧૩૦૦ ગુણીની આવક હતી અને ભાવ કોકાકોલામાં રૂ.9૫૦થી ૮રપ અને સારામાં રૂ.૯૦૦થી ૯રપનાં ભાવ હતાં. પિલાણમાં ઘરાકી સારી હતી. 

ગોંડલમાં ૩૦ હજાર ગુણીની આવક હતી અને ર૮થી ૨૦ હજાર ગુણીનાં વેપાર હતાં. જ્યારે ૩૦થી ૩૫ હજાર ગુણી હજી પેન્ડિંગ પડી છે. 

ભાવ રૂ.૭૦૦ થી ૮૦૦ નબળા માલમાં જ્યારે સારામાં રૂ.૮૭૫ થી ૧૦૦૦ જીણી અને જાડીમા રૂ.૧૦૫૦ સુધીનાં ભાવ ઊંચામાં હતાં.

રાજકોટમાં ૧૧ હજાર ગુણીની આવક હતી અને બે હજાર ગુણી પેર્ન્ડિંગ હતી. ભાવ ટીજે ૩૭માં રૂ.૭9૦૦થી ૯રપનાં ભાવ હતાં. ર૪ નંબર રોહીણીમા રૂ.૭૫૦થી ૯૪૦, ૩૯ નંબર બોલ્ડમાં રૂ.૮૫૦થી ૧૦૩૫ અને ૬૪૬ નંબરમાં રૂ.૭૫૦થી ૮૫૦નાં ભાવ હતાં.

હિંમતનગરમાં ૧૫ હજાર ગુણીની આવક હતી અને પાંચેક હજાર ગુણી પેર્ન્ડિંગ રહી હોવાનો અંદાજ છે. ભાવ રૂ.૯૮૫થી ૧૧૭૪નાં હતાં. ડીસામાં ૫૫૦૦ ગુણીની આવક હતી. ઈડરમાં ચાર હજાર ગુણીની આવક હતી.

કોમેન્ટ કરો (0)
વધુ નવું વધુ જૂનું