મગફળીની આવકો વધવા છતાં ખરીદીથી ભાવમાં રૂ.10 થી 15નો ઉછાળો

Despite the increase in groundnut crop income, the peanut crop Agriculture in Gujarat purchase price has gone up by Rs 10 to Rs 15

મગફળીમાં સરેરાશ આવકો સારી થઈ રહી હોવાથી પિલાણવાળાની આજે ઊંચા ભાવથી લેવાલી આવી હોવાથી મગફળીમાં રૂ.૧૦થી ૧૫નો ઉછાળો આવ્યો હતો. ડીસામાં આજે જંગી આવકો થઈ હોવા છત્તા ત્યાં પણ રૂ.૧૫નો વધારો થયો હતો.

મગફળીનાં બ્રોકરો કહે છેકે હાલ સારી મગફળી કે જે બિયારણ ક્વિલોટી છે, જેમા સાઉથનાં બાયરો રૂ.૧૨૦૦ સુધીમાં ૬૬ નંબર ક્વોલિટીમાં લેવાલ છે. હાલત્રણેક પાર્ટી ગોંડલમાં આવીને રોજ યાર્ડમાંથી અને ગામડે બેઠા ખરીદી કરી રહી છે. 

બીજી તરફ ગામડે હવે ખેડૂતો રૂ.૧૦૦૦થી નીચે વેપારીઓને મગફળીમાં હાથ પણ અડાડવા દેતા નથી, પરિણામે સસ્તી મગફળી મુશ્કેલ છે. આવી સ્થિતિમાં બજારો સુધરી રહી છે.

ઉત્તર ગુજરાતમાં ડીસા પંથકમાં મગફળીની જંગી આવકો: જામનગરમાં ર૦ હજાર ગુણીની આવક

ગોંડલમાં ૨૭ હજાર ગુણીનાં વેપાર હતા. ભાવ જીણીમાં નીચામાં રૂ.૮૦૦ થી ૯૫૦ અને ઉપરમાં રૂ.૧૦૦૦ના ભાવ હતાં. જ્યારે જાડીમાં રૂ.૯૦૦ થી ૧૦૨૫ સુધીનાં ભાવ હતાં. સારી ક્વોલિટીમાં રૂ.૧૧૩૦ સુધીનાં ભાવ હતાં. ૬૬ નંબરમાં રૂ.૧૧૫૦ થી ૧૧૭૫નાં ભાવ હતાં.

રાજકોટમાં ૩૫ હજાર ગુણી  પેર્ન્ડિંગ હતી, જેમાંથી ૨૦ હજાર ગુણીનાં વેપાર હતાં. ભાવ ટીજે ૩૭માં રૂ.૮૭૦થી ૯૯૦, ર૨૪ નં.રોહીણી-મઠ્ઠડીમાં રૂ.૯૦૦થી ૧૦૭૨, ૩૯ નંબર બોલ્ડમા રૂ.૮૦૦થી ૯૮૦, જી-ર૦માં રૂ.૬૫૦થી ૧૧૧૫ અને ૬૬ નંબરમાં રૂ.૯૦૦થી ૧૧૭૦નાં ભાવ હતાં. ૯૯ નંબરમાં રૂ.૮૫૦થી ૯૩૦નાં ભાવ હતાં.

હળવદમાં ૧૩ હજાર ગુણીની આવક હતી અને ભાવ કોકાકોલામાં રૂ.૬૦૦ થી ૯૫૦ અને સારી ક્વોલિટીમાં રૂ.૧૦૦૦ થી ૧૦૭૦ નાં ભાવ હતાં.

જામનગરમાં આજે એક સપ્તાહ બાદ આવકો શરૂ કરતા કુલ ૨૦ હજાર ગુણીની આવક થઈ હતી અને ભાવ જીણીમાં રૂ.૯૫૦થી ૧૩૧૫ સુધીનાં હતાં. જાડી ઉપરમાં રૂ.૧૦૫૦નાં ભાવ હતાં.

ડીસામાં ૬૫૭૦૦ ગુણીની આવક હતી અને ભાવ રૂ.૯૨૧થી ૧૧૧૪ હતાં. હિંમતનગરમાં રપ હજાર ગુણીની આવક હતી. પાલનપુરમાં ૩૦ હજાર ગુણી અને પાથાવાડામાં ૩૦ હજાર ગુણીની આવક હતી. 

ઉત્તર ગુજરાતમાં ચાર સેન્ટરની મળીને ૧.૫૦ લાખ ગુણીની આવક થાય છે. આમ સૌરાષ્ટ્રની તુલનાએ ઉત્તર ગુજરાતમાં આવકો વધારે થાય છે.

કોમેન્ટ કરો (0)
વધુ નવું વધુ જૂનું