ઘઉંમાં નિકાસકારોની ખુબ ખરીદીથી ભાવમાં સુધારો

Agriculture in Gujarat wheat crop excessive buying by exporters to improved wheat crop prices

ઘઉ બજારમાં બજારો મજબૂત સપાટી પર આગળ વધી રહ્યાં છે. વૈશ્વિક બજારમાં તેજી અને ઘરઆંગણે વેચવાલી ઓછી હોવાથી નિકાસકારોને હાલ માલ જોઈએ એટલી માત્રામાં મળતો નથી.

કેટલીક મલ્ટીનેશનલ કંપનીઓએ નિકાસ વેપારો કર્યા છે, પરંતુ હજા એક સાથે માલ મળતો નથી. પરિણામે લોકલ બજારોમાં ઘઉના ભાવ સતત વધી રહ્યા છે

હિમતનગરમાં ઘઉની ૨૦૦૦ ગુણીની આવક હતી અને ભાવ મિલબર ક્વોલિટીમાં રૂ.૩૨પ થી ૩૩૦, મિડીયમ ક્વોલિટીમાં રૂ.૩૫૦થી ૩૭૫ અને સારી ક્વોલિટીમાં રૂ.૪૦૦થી ૪પપતનાં ભાવ હતાં.

રાજકોટમાં ઘઉંની ૧૪૦૦ ગુણીની આવક હતી અને ભાવ નીચામાં મિલબરનાં રૂ.૩૨રપથી ૩૪૫, મિડીયમ રૂ.૩૫૦થી ૪૦૦ અને સારી ક્વોલિટીમાં રૂ.૪૦૦થી ૪૫૧નાં ભાવ હતાં.

ગોંડલમાં ૨૦૦૦ ગુણીની આવક હતી અને ભાવ રૂ.૩૧૦થી ૩૩૦ અને સારી ક્વોલીટીમાં રૂ.૪૦૦થી રૂ.૪૬૨ સુધીનાં ભાવ હતાં.

કોમેન્ટ કરો (0)
વધુ નવું વધુ જૂનું