કપાસની આવક વધતાં આજે યાર્ડમાં મણે રૂ.10 થી 15નો ઘટાડો, જીન પહોંચ ભાવ ટકેલા

Agriculture in Gujarat the increase in cotton crop price today there is a reduction of Rs.10 to Rs.15 per 20 kg in yard Cotton Gin reach price endurance

દેશમાં આજે કપાસની આવક વધીને ૧.૧૦ લાખ ગાંસડીની થઇ હતી. નોર્થમાં નવા કપાસની આવક ઝડપથી વધી રહી છે. નોર્થમાં આજે રૂની આવક વધીને ૫૫ થી ૫૭ હજાર ગાંસડી થઈ હતી પણ ગુજરાત, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, તેલંગાના, કર્ણાટક, મધ્યપ્રદેશમાં વરસાદ પડી રહ્યો હોઇ આવક આજે જળવાયેલી હતી.

મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને ગુજરાતના કેટલાંક વિસ્તારમાં વરસાદ પડયો ન હોઇ આજે આવક થોડી વધી હતી. નોર્થમાં કપાસના ભાવ મણે રૂ।.૫ થી ૧૦ સુધર્યા હતા. નોર્થમાં કપાસનો ભાવની રેન્જ મણદીઠ રૂ।.૧૦૨૦ થી ૧૧૪૦ની હતી.

ગુજરાતમાં આજે નવા કપાસની આવક વધીને ૨.૧૦ થી ર.૧૫ લાખ મણની હતી કારણ કે મેઇન લાઇન અને ઉત્તર ગુજરાતમાં કપાસની આવક વધી હતી પણ તેની સામે સૌરાષ્ટ્રમાં આવક વધીને નવા કપાસની ૧.૪૫ થી ૧.૫૦ લાખ મણની હતી જેમાં મુખ્યત્વે બોટાદમાં ૩૫ હજાર મણ (રૂ।.૮૦૦-૧૧૧૧), હળવદમાં ૧૫ હજાર મણ (રૂ.૯૫૦-૧૦૭૦), અમરેલીમાં ૧ર હજાર મણ (ફરૂા.૯૦૦-૧૦૭૫), જસદણમાં ૧૦ હજાર મણ (રૂ।.૯૮૦-૧૦૭૫), બાબરામાં ૧૫ હજાર મણ (રૂ।.૮૮૦-૧૦૮૦) અને રાજકોટમાં ૧૦ હજાર મણ (રૂ.૯૨૫-૧૦૮૦)ની હતી એવરેજ ભાવ નવા કપાસમાં નીચામાં ભાવ રૂ।.૮૫૦-૯૫૦ અને ઊંચામાં રૂ.૧૦૬૦ થી ૧૧૦૦ હતા. 

નવા કપાસમાં આજે ભાવ લગભગ ટકેલા હતા. જૂના કપાસની આવક આજે ૭૦૦૦ મણની હતી જેમાં રાજકોટમાં ૪ હજાર મણ (રૂ।.૮૫૦-૧૦૧૫) અને અમરેલીમાં ૩ હજાર મણ(રૂ।.૮૦૦-૧૦૨ર૫)ની આવક હતી. જુના કપાસના ભાવ આજે લગભગ ટકેલા હતા.

જીનપહોંચ નવા કપાસમાં ભાવ આજે ટકેલા હતા. નવા કપાસ ૨૦ થી રર ટકા હવાવાળા કપાસના જીનપહોંચ રૂ।.૧૦૭૫-૧૦૮૦ થયા હતા પણ ઓછી હવાવાળા સુપર કપાસના ભાવ આજે રૂ.૧૦૬૦ થી ૧૦૬૫ સુધી બોલાતા હતા અને ૩૦ થી ૪૦ ટકા હવાવાળા કપાસના રૂ.૧૦૪૦ થી ૧૦૫૦ ભાવ થયા હતા. જુના સુપર કપાસના જીનપહોંચ રૂ।.૯૭૦-૯૮૦ ભાવ હતા. 

સૌરાષ્ટ્રમાં મહારાષ્ટ્રના નવા કપાસના રૂ।.૧૦૪૫-૧૦૫૦ હતા. કડીમાં મહારાષ્ટ્રના કપાસના ભાવ ટકેલા હતા. કડી પહોંચ આજે મહારાષ્ટ્રના કપાસના ભાવ ઊંચામાં રૂ.૧૦૧૦ થી ૧૦૫૦ બોલાતા હતા. 

કડીમાં મહારાષ્ટ્રની આજે ૧૦૦ થી ૧૨પ ગાડીની અને કાઠિયાવાડની ૧૫૦ થી ૧૬૦ ગાડીની આવક હતી. કડીમાં કાઠિયાવાડના કપાસના રૂ.૧૦ સુધરીને રૂ.૧૦૮૦ થી ૧૦૯૦ બોલાતા હતા. 

મેઇન લાઇનના કપાસના આજે રૂ.૧૦૦૦ થી ૧૦૪૦ના ભાવ બોલાતા હતા. કડીમાં આજે બધુ મળીને ૨૫૦ થી ૩૦૦ ગાડી કપાસની આવક હતી.

કોમેન્ટ કરો (0)
વધુ નવું વધુ જૂનું