
મગફળીની આવકો સારી થઈ રહી હોવા છત્તા પિલાણ અને દાણાબરમાં લેવાલી સારી હોવાથી ભાવમાં આજે વધુ રૂ.૨૦ થી રપનો ઉછાળો આવ્યો હતો.
વેપારીઓ કહે છેકે મગફળીની સરકારી ખરીદી શરૂ થયા બાદ મગફળીની વેચવાલી ઘટશે અથવા તો ભાવ ઊંચા રહે તેવી સંભાવનાએ હાલ નીચા ભાવથી ખરીદી આવી છે.
બીજી તરફ પિલાણમાં હાલ લેવાલી સારી હોવાથી બજારને ટેકો મળી રહ્યો છે. મગફળીની આવકો આજે ગોંડલમાં નવી થઈ નહોંતી, પંરતુ એ સિવાય તમામ ગુજરાતમાં મળીને આશરે ૧.૫૦ થી ૧.૭૫ લાખ ગુણી વચ્ચે આવક થઈ હોવાનો અંદાજ છે.
મગફળીનાં ઊંચા ભાવને પગલે સીંગદાણામાં પણ મામૂલી સુધારો
ગોંડલમાં ૩૦થી ૩૩ હજાર ગુણીનાં વેપાર હતા. હવે ૧૫ થી ૧૮ હજાર ગુણી પેન્ડિંગ પડી છે. નવી આવકો રવિવારે એક દિવસ માટે કરવાનાં છે. ભાવ જીણી-જાડીમાં રૂ.૮૦૦ થી ૧૦૧૫ સુધીનાં ભાવ હતાં.
ઊંચામાં ભાવ રૂ.૧૦૫૬ સુધીમાં પણ જાડામાં વેપારો થયા હતાં. જ્યારે જીણીમાં રૂ.૧૦૩૬ સુધીનાં ભાવ હતાં. રાજકોટમાં ર૫ હજાર ગુણીની આવક હતી અને ૧૫ હજાર ગુણીનાં વેપાર હતા અને હજી ૨૭ હજાર ગુણી માલ પેન્ડિંગ પડ્યો છે.
ભાવ ટીજે ૩૭માં રૂ.૮૫૦ થી ૯૫૦, ર૪ નં.રોહીણીમાં રૂ.૮૬૦ થી ૯૬૦, ૩૯ નંબર બોલ્ડમાં રૂ.૭૫૦ થી ૯૪૦, જી-ર૦માં રૂ.૯૨૦ થી ૧૦૩૦, ૬૬ નંબરમાં રૂ.૭૫૦ થી ૯૫૦નાં ભાવ હતાં.
હળવદમાં ૧૩થી ૧૪ હજાર ગુણીની આવક હતી અને ભાવ કોકાકોલામાં રૂ.૮૫૦થી ૯૦૫ અને સારામાં રૂ.૬૫૦થી ૧૦૦૦સુધીનાં ભાવ હતાં.
હિંમતનગરમાં ૨૦ હજાર ગુણી ઉપરની આવક હતી અને ભાવ રૂ.૬૫૦ થી ૧૧૫૫નાં હતાં. ડીસામાં ૨૦ થી રપ હજાર ગુણી, ઈડરમાં ૮ હજાર ગુણી, પાલનપુરમાં ૬૦૦૦ ગુણીની આવક હતી. પાથાવાડામાં ૫૦૦૦ ગુણીની આવક હતી.