રાયડામાં આ વર્ષે અત્યાર સુધીમાં ન જોઇ હોય તેવી તેજી જોવા મળી છે. જે રાયડો રૂ।.700 થી 750 વચ્ચે લાંબા સમય સુધી રહ્યો હતો.
તેના ભાવ વધીને રૂ.915 થી 940 બોલાવા લાગ્ય છે. કોરોનાવાઇરસના કાળમાં કચ્ચીઘાણીનું તેલ જ સૌથી વધુ તંદુરસ્ત હોવાની વાતો લાકડિયા તારની જેમ આખા દેશમાં ફરી વળતાં લોકોએ તમામ બીજા ખાવાના તેલ છોડીને રાયડાનું તેલ ખાવાનું ચાલુ કરતાં રાયડાના ભાવ રોકેટ ગતિએ વધવા લાગ્યા હતા.
રાયડાનો બહુ મોટો સ્ટોક ગુજરાતમાં ખેડૂતો પાસે નથી પણ જે ખેડૂતો પાસે રાયડો પડ્યો હોય તે વેચવાની ઉતાવળ કરે નહીં રાયડાના ભાવ વધીને મણના રૂ.1000 અને કદાચ રૂ.1100 પણ થવાની શક્યતા રહેલી છે.