
સૌરાષ્ટ્રમાં જૂના સફેદ તલની આવક રાબેતા મુજબ આવી રહી છે. સાઉથના સેન્ટરોમાં સૌરાષ્ટ્રના સફેદ ક્રશીંગ કવોલીટી તલની ડીમાન્ડ હજુ બહુ જ સારી જોવા મળી રહી છે.
છેલ્લા ત્રણ મહિનાથી ક્રશીંગમાં ડીમાન્ડ સારી હોઈ તલમાં ભાવ ટકેલા છે. હાલ રોજની ૩૦ થી ૪૦ ગાડી સફેદ ક્રશીંગ કવોલીટી તલ ત્યાં પહોંચતાં પ્રતિ કિલો રૂ.૮૩ થી ૮૪માં જઇ રહ્યા છે.
આમ, એમ.પી. યુ.પી. અને રાજસ્થાનમાં છેલ્લા ત્રણ દિવસથી પડી રહેલા વરસાદને નવી આવકો મોડી પડવાની ધારણા તેમજ સૌરાષ્ટ્રના તલની ક્રશીંગમાં ડીમાન્ડ સારી હોઇ હાલ સફેદ તલમાં નવી આવકનું પ્રેશર ન આવે ત્યાં સુધી મંદી થવાની શક્યતા દેખાતી નથી.
કાળા તલમાં જો ડીમાન્ડ નીકળશે તો હજુ મણે રૂ.૩૦ થી ૫૦ વધવાની શક્યતા છે.